HomeGujaratDepraved Father: પત્નીની ગેરહાજરીમાં સગી દીકરીની છેડતી કરતો પિતા, છેલ્લાં ત્રણેક વર્ષથી...

Depraved Father: પત્નીની ગેરહાજરીમાં સગી દીકરીની છેડતી કરતો પિતા, છેલ્લાં ત્રણેક વર્ષથી પૂત્રીને શારીરિક અડપલાં કરતો – INDIA NEWS GUJARAT

Date:

Depraved Father: સમાજ માટે કલ્ક રૂપ કહી શકે એવો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે.. એક પિતા પોતાની સગી દીકરી સાથે સારીરીક છેડછાડ કરતો હોવાના આ કિસ્સામાં પોતાની માસૂમ દીકરીને તેને વારંવાર પોતાની હવસનો શિકાર બનાવી હોવાની ચોંકાવનારી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા ખુદ પોલીસ પણ આ કૃત્ય વિષે સાંભળી ચોંકી ઉઠી છે.

ડીંડોલી વિસ્તારમાં વિકૃત પિતાનું કૃત્ય આવ્યું સામે

દીકરી માટે સૌથી મોટી કોઈ સુરક્ષા કવચ હોય તો તે પિતાની છત્રછાયા છે. પરંતુ આજે એક એવા નરાધમ પિતાની વાત કરવી છે જે પોતાની સગી પુત્રીને પોતાની હવાસનો શિકાર બંવતો હતો. એક વર્ષ પહેલાં દીકરીએ માતાને ફરિયાદ કરેલ હતી અને કહ્યું હતું કે કોઈ ઘરે હાજર ના હોય ત્યએ પિતા મારી સાથે ગંદુ કામ કરે છે. માતાએ તેની સાસુને કરેલ અને તેમણે સમજાવેલ અને ફરી ક્યારેય આવી હરકત નહી કરું તેવી બાહેધરી આપી હતી તેમ છતાં અવારનવાર ફરી આ લંપટ પિતા તેની દીકરીની છેડતી કરી રહ્યો હતો.

જ્યારે માતા રોજિંદી કામે બહાર જાય ત્યારે પણ તે તેના શરીર સાથે અડપલા કરતો હતો. અનેકવાર પત્નીએ તેના પતિને સમજાવ્યા છતાં પતિ તેના હરકતથી બાજ ન આવતો હતો. ઊલટું પત્ની સમજાવા જાય તો તેની સાથે પણ મારઝૂડ કરતો હતો ત્યારે અંતે માતાએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપી પિતાની ધરપકડ કરી છે.

Depraved Father: પિતા ત્રણ વર્ષથી પત્નીની ગેરહાજરીમાં કરે છે દુષ્કર્મ

આ ગંભીર અને ધૃણાસ્પદ કિસ્સાની વિગતવાર વાત કરીએ તો સુરત શહેરમાં લંપટ પિતાની કરતુત સામે આવી છે. સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં રહી કાપડની દુકાનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો પિતા જેની દાનત પોતાનીજ 15 વર્ષની દીકરી પર બગડી હતી. કાપડ માર્કેટમાં સાડી કટીંગનું કામ કરતો પિતા જેને સંતાનોમાં બે દીકરા અને એક 15 વર્ષની દીકરી છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી પિતાની દાનત પોતાની દીકરી પર જ બગડેલી હતી અને ત્રણ વર્ષથી તેના શારીરિક હડપલા કરી રહ્યો હતો. જ્યારે પણ તેની પત્ની અને દીકરાઓ બહાર હોય ત્યારે આ લંપટ પિતા અવારનવાર પોતાની જ દીકરીના શરીર સાથે અડપલા કરી વાસનાની ભૂખ સંતોષતો હતો.

જ્યારે પણ દીકરી આનો વિરોધ કરતી ત્યારે તે પોતાની નસ કાપી મરી જવાનું કહી દીકરીને ડરાવતો હતો. એકાદ વર્ષ અગાઉ દીકરી એ હિંમત કરી પોતાની માતાને આ બાબતે ફરિયાદ કરી હતી. પોતાના દીકરીથી પોતાના જ પિતા વિશે આવા શબ્દો સાંભળી માતા હેબતાઈ ગઈ હતી અને તેને આ સમગ્ર બાબતની જાણ પોતાની સાસુ ને કરતાં દીકરીના દાદીએ તેના પુત્રને સમજાવ્યું હતું અને બીજી વાર આવું ક્યારેય નહીં કરે તેની બાહેધરી અપાવી હતી.

પોલીસે વિકૃત પિતા ની કરી ધરપકડ

થોડાક સમય બાદ ફરી લંપટ પિતા સુધર્યો ન હતો અને જ્યારે પણ ઘરના લોકો બહાર હોય કે સૂઈ ગયા હોય ત્યારે દીકરીના શારીરિક અડપલા કરવાનું શરૂ કરી દેતો હતો. દીકરીએ પાછી માતાને આ વાત કરતા તેની માતાએ તેના પતિને આવું કૃત્ય કરવાનું ના પાડ્યું હતું. પરંતુ જેના માથે વિકૃતિ સવાર થાય તે દીકરી અને બેન જોતો નથી તેવી જ રીતે આ પિતાએ પણ પોતાની સગી દીકરીને પોતાના હવસનો શિકાર બનાવ્યો હતો.

અંતે ઘણું સમજાવ્યા બાદ પણ જ્યારે પોતાનો પતિ આવા કરતુત કરવા થી સુધરતો ન હતો ત્યારે માતાએ અંતિમ નિર્ણય લઈ ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે આવી હતી અને સમગ્ર બનાવની હકીકત જણાવી હતી. ડીંડોલી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે લંપટ પિતા એવા આરોપી પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને છેવટે આરોપીને ઝડપી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

તમે આ પણ વાચી શકો છો :

INDI Alliance Update: TMC મહાગઠબંધનને આપશે ફટકો?

તમે આ પણ વાચી શકો છો :

Lalu ED Update: EDનો મોટો ખુલાસો

SHARE

Related stories

Latest stories