Demand To Cancel Christian fair: તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ગિધમાળી આયા ડુંગર ફરી વિવાદમાં આવ્યો છે. આ ગીધમાળી ડુંગર પર ખ્રિસ્તી લોકો દ્વારા નિર્મિત કરેલ ગેરકાયદેસર મરિયમ માતાના મંદિરને સરકાર દ્વારા તોડી પાડવાનાં હુકમ બાદ પણ ત્યાં ખ્રિસ્તી સમાજના ધાર્મિક મેળાને તંત્ર દ્વારા પરમિશન અપાતાં સ્થાનિક આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો છે. આદિવાસી સમાજના આગેવાનોએ અખિલ ભારતીય સંત સમિતિના માધ્યમ થી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ખ્રિસ્તી લોકો દ્વારા આયોજીત મેળાની પરવાનગીને તાત્કાલીક ધોરણે રદ્દ કરવામાં આવે અને ખ્રિસ્તી ધર્મના લોકોએ કરેલ કબ્જાને પણ દૂર કરવામાં આવે એવી માંગ કરી હતી.
ગીધમાળી ડુંગર પર ખ્રિસ્તી લોકો દ્વારા મંદિર પર કબજો
તાપી જિલ્લામાં કેટલાક સમયથી ધાર્મિક મુદ્દો સતત ગરમાતો રહ્યો છે. તાપી જિલ્લાનાં આદિવાસી આગેવાનોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવાયુ હતું કે સોનગઢ તાલુકામાં ઝરાલી ગામે આવેલ ગીધમાળી ડૂંગર ઉપર ખ્રિસ્તી લોકોએ બનાવેલ ગેરકાયદેસર મરિયમ માતાના ચર્ચ બનાવી દઈ પૌરાણિક આદિવાસી સમાજની પૂજનીય કંણી કંસરી માતા મંદિરને ને હટાવી દેવામાં આવ્યું છે. ખ્રિસ્તી સમાજના દ્વારા નિર્મિત કરેલ મરિયમ માતાના ચર્ચને તંત્ર તોડી પાડવા માટે નોટિસો પણ આપી હોવા છતાં પણ સરકારી તંત્ર દ્વારા ખ્રિસ્તી સમાજના ૪ ફેબ્રુઆરી યોજાનાર મેળાની પરવાનગી આપવામાં આવતા આદિવાસી હિન્દુ સમાજનાં રોષ વ્યક્ત કર્યો હતો.
એમને માંગ કરી હતી કે ખ્રિસ્તી સમાજના આ મેળાની પરવાનગીને તાત્કાલીક ધોરણે રદ્દ કરવામાં આવે અને વહેલી તકે ગેરકાયદેસર મરિયમ માતાના ચર્ચને હટાવવામાં આવે તેવી માંગ કરી હતી. આદિવાસી સમાજના આગેવાનો ચીમકી પણ આપી હતી કે જો ૪ ફેબ્રુઆરીએ મેળાનું આયોજન થશે તો તે દરમ્યાન થનાર ઘર્ષણની જવાબદારી સંપૂર્ણ તંત્ર ની રહશે.
Demand To Cancel Christian fair: ધર્મપરિવર્તનની વટાળ પ્રવૃતિનું પરિણામ
સ્થાનીક પિલાજી ભાઈના જણાવ્યાં અનુસાર તેવો ગીધમાળી ડુંગર પર તેવો વર્ષોથી કણીકંસારી માતાનું મંદિર હતું અને ત્યાં પૂજા અર્ચના કરતા હતા. પણ કેટલાક સમયથી ત્યાં ખ્રીસ્તી લોકોનો બહુમતી વધતાં ત્યાં તેઓએ મરિયમ માતાનું ચર્ચ બનાવ્યું છે. ત્યાં પૂજા અર્ચના કરવા દેવામાં આવતી નથી અને બહુમતી વસ્તી ધરાવનાર ખ્રિસ્તી લોકો દ્વારા તેવોને ધમકાવામાં આવે છે તેવું તેઓ જાણવી રહ્યાં છે.
તાપી જિલ્લામાં વસવાટ કરતા આદિવાસી સમાજનાં કેટલાક સમય થી ધર્મપરિવર્તન અને ખ્રિસ્તી લોકોનું સ્થાનિક લોકો સાથે ઘર્ષણની ઘટના અવર નવર સામે આવતી રહે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર આ વિષયમાં ગંભીરતા પૂર્વક ધ્યાને લઇ ને શું પગલાં ભરે છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: