Bangldeshના delegationને ચેમ્બર પ્રમુખે કહ્યું….-India News Gujarat
ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એકસપોર્ટર્સ એસોસીએશનના વાઇસ પ્રેસિડેન્ટ મોહંમદ શાહીદુલ્લાહ અઝીમની આગેવાની હેઠળ Bangladeshનું એક પ્રતિનિધી મંડળ સોમવાર, તા. ર૧ માર્ચ, ર૦રર ના રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાતે આવ્યું હતું. ચેમ્બરે સુરતના ટેકસટાઇલના ઉદ્યોગપતિઓ અને Bangladesh delegation વચ્ચે વાર્તાલાપનું આયોજન કર્યું હતું.ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ભારતથી Bangladesh ખાતે કરવામાં આવતા કોમર્શિયલ એકસપોર્ટ ઉપર ૮૦ ટકા ડયૂટી લાગે છે. આથી તેમણે Bangladeshબાંગ્લાદેશના પ્રતિનિધી મંડળને પ્રથમ તો આ ડયૂટી હટાવવા માટે તેઓની સરકારને રજૂઆત કરવા માટે અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે કહયું હતું કે, આજે રૂબરૂ થયેલો વાર્તાલાપ આગળ પણ ઓનલાઇનના માધ્યમથી સતત જારી રાખીશું અને Bangladesh તથા ભારતના બાયર્સ અને સેલર વચ્ચે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા Bangladesh ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એકસપોર્ટર્સ એસોસીએશન સેતુની ભૂમિકા ભજવશે. સાથે જ તેમણે ચેમ્બર દ્વારા યોજાનારા વિવનીટ એકઝીબીશન અને યાર્ન એકસ્પોમાં Bangladeshબાંગ્લાદેશના ગારમેન્ટ મેન્યુફેકચરર્સ સહિતના પ્રતિનિધી મંડળને આમંત્રણ આપ્યું હતું.-India News Gujarat
Vice President of Bangladesh Garment Manufacturers and Exporters Association એ શું કહ્યું-India News Gujarat
મોહંમદ શાહીદુલ્લાહ અઝીમે જણાવ્યું હતું કે, ભારતમાં ઘણી વખત આવ્યા છે પણ સુરતમાં પ્રથમ વખત આવવાનું થયું છે. ભારતમાં સુરત એમએમએફ ટેકસટાઇલનું હબ છે તે તેઓને આજે ખબર પડી છે. અત્યાર સુધી તેઓ ભારતમાંથી કાપડ અનુક્રમે મુંબઇ, કોલકાતા, ચેન્નાઇ અને તિરુપુરથી આયાત કરતા હતા. પરંતુ સુરતની કેપેસિટી જોઇ હવે તેઓ સુરતથી જ કાપડ મંગાવશે તેવી બાંયધરી તેમણે આપી હતી. Bangladesh વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું ગારમેન્ટ એકસપોર્ટર છે. વાર્ષિક ૪૦ બિલિયન યુએસ ડોલર જેટલું એકસપોર્ટ કરે છે. તેઓની સરકાર દ્વારા વર્ષ ર૦ર૪ સુધીમાં ગારમેન્ટ એન્ડ એપેરલ એકસપોર્ટનો ટાર્ગેટ ૮૦ બિલિયન યુએસ ડોલરનો રાખવામાં આવ્યો છે અને તેઓને વિશ્વાસ છે કે તેઓ સરળતાથી તેને હાંસલ કરી લેશે. કારણ કે, તેઓના ગારમેન્ટ એન્ડ એપેરલનો વિકાસ દર વાર્ષિક ૪૦ ટકા જેટલો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં તેઓ ભારતમાંથી કોટન બેઇઝ્ડ કાપડની આયાત કરી રહયા છે. બાંગ્લાદેશ હાલ ભારતમાંથી વાર્ષિક ર.ર બિલિયન યુએસ ડોલરનું ટેકસટાઇલ આધારીત માલ–સામાન આયાત કરી રહયું છે, પરંતુ જે રીતે વૈશ્વિક સ્તરે એમએમએફ ટેકસટાઇલની માંગ વધી રહી છે તે જોતા Bangladesh ને ચોકકસપણે સુરત તરફ ધ્યાન કરવું પડશે. -India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-SMC Water Bill Policy : નળ જોડાણ પર મીટરો લાગશે
આપ આ પણ વાંચી શકો છોઃ-Corona after effect- પ્રિ પ્રાયમરી સ્કૂલનો ધંધો પણ સુધર્યો