HomeGujaratDeceased Identified By DNA : ગેમઝોન અગ્નિકાંડમાં યાત્રાધામ વીરપુરના યુવકનું મોત, 4...

Deceased Identified By DNA : ગેમઝોન અગ્નિકાંડમાં યાત્રાધામ વીરપુરના યુવકનું મોત, 4 બહેનોનો એકનો એક હતો ભાઈ – India News Gujarat

Date:

Deceased Identified By DNA : DNA મેચ થતા મૃતદેહ પરિવારજનોને સોંપાયો 20 દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો.

10 થી 12 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ ગેમ ઝોનની ગોઝારી ઘટનામાં વીરપુરના યુવકના મોતથી 10 થી 12 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. યુવાનની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

યુવાન 20 દિવસ પહેલા જ TRP ગેમીગ ઝોન માં નોકરીએ લાગ્યો હતો

રાજકોટમાં અગ્નિકાંડમાં બાળકો સહિત 33 લોકોના મૃત્યુ થાયછે. ,સાથે જ આસપાસના શહેરોના પણ કેટલાક લોકોના મૃત્યુ થયાં છે, ત્યારાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં યાત્રાધાર વીરપુરના યુવકનું મોત થયું છે. જેતપુર તાલુકાના યાત્રાધામ વીરપુર ના જીગ્નેશ ગઢવી નામનો યુવાન 20 દિવસ પહેલા જ TRP ગેમીગ ઝોન માં નોકરીએ લાગ્યો હતો અને અગ્નિકાંડ માં હોમાયો હતો. યુવક તેની ચાર બહેનોનો એકનો એક ભાઈ અને માતાનો એકમાત્ર આધાર હતા. મૃતકનું નામ જીગ્નેશ ગઢવી છે. મૃતક જીગ્નેશ ગઢવી નું પણ DNA સેમ્પલ મેચ થતા જીગ્નેશ ગઢવી ના મૃતદેહ ને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

Deceased Identified By DNA : ચાર બહેનોએ એક નો એક ભાઈ ગુમાવ્યો

પરિવારજનો દ્વારા જીગ્નેશ ગઢવી ના મૃતદેહને યાત્રાધામ વીરપુર તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. અને જ્યાં પરિવારજનો દ્વારા વીરપુર સ્મશાન ગૃહ ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી,અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા,સાથે જ મૃતક જીગ્નેશ ગઢવી મૃત્યુથી ચાર બહેનોએ એક નો એક ભાઈ ગુમાવ્યો હતો જ્યારે એકના એક પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી હતી,સાથે જ આરોપી ઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પરિવારજનોએ માંગ કરી હતી.

તમે આ પણ વાંચી સકો છો :

Candle March in Rajkot : રાજકોટમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કેન્ડલ માર્ચ, ઇન્ડિયા ગઠબંધન દ્વારા યોજાઇ કેન્ડલ માર્ચ

તમે આ પણ વાંચી સકો છો :

Pappu Yadav In Darbhanga : પપ્પુ યાદવ પહોંચ્યા દરભંગા, પપ્પુ યાદવે આરજેડી પર નિશાન સાધ્યું

SHARE

Related stories

Latest stories