Death Due To Doctor’s Negligence : ફોરેન્સિક પીએમના રિપોર્ટમાં સ્પષ્ટતા થઈ. ઈન્જેક્શનથી કોઈ ફરક ન પડ્યો, સિવિલમાં મોત.
બોગસ ડોકટરને કારણે 8 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો
લિંબાયતમાં બોગસ ડોકટરને કારણે 8 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે. ફોરેન્સિક પીએમમાં આ ઊંટવૈદનું ભોપાળું ખુલ્યું છે. જેમાં તેણે આપેલા ઇન્જેક્શન અને દવાને કારણે બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું.
Death Due To Doctor’s Negligence : વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા
સામાન્ય માણસ ડૉક્ટરને ભગવાનનું રૂપ સમજે છે. અને જ્યારે કોઈ બીમારી થાય ત્યારે આ ડૉક્ટર રૂપી ભગવાન એનો જીવ બચાવશે એવું માનતા હોય છે. પરંતુ ડૉક્ટર જેવા પવિત્ર કામને પણ લોકો લાંછન લગાવવાનું ચુકતા નથી. અને પૈસા કમાવવા માટે ડૉક્ટર બની જઈને લોકોના જીવ ને જોખમમાં મૂકે છે. આવાજ એક ઉટવૈધ ના ઇલાજને કારણે એક આંઠ વર્ષની બાળકીનું મૌત થયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપી લિંબાયતમાં સરકારી હેલ્થ સેન્ટરની પાછળ ઘરે ક્લિનિક ચલાવતો હતો. તેની પાસે ડોક્ટરની કોઈ ડિગ્રી ન હતી. 20 નવેમ્બરે 8 વર્ષની બાળકીને તાવ-ખાંસી આવતી હોવાથી માતા શ્રીનિવાસ પાસે ગઈ હતી. શ્રીનિવાસે બાળકીને ઇન્જેક્શન અને દવા આપી હતી. 21મીએ કોઈ સુધારો ન થતાં રિપોર્ટ કઢાવ્યો હતો. 24મીએ પરિવાર વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં શ્રીનિવાસની બેદરકારીને કારણે મોત થયું હોવાનું ખુલ્યું હતું. લિંબાયત પીએસઆઈ દિહોરાએ જાતે ફરિયાદ આપતાં પોલીસે બોગસ તબીબ શ્રીનિવાસ ઉર્ફે ડો. સીનુ લક્ષ્મીનારાયણ ગુદ્દદેની ધરપકડની કાર્યવાહી કરી છે.
તમે આ પણ વાચી શકો છો :
Parliament Election-2024: 10 વર્ષ બાદ ફરી મોદી UPના બુલંદશહેરથી ફૂંકશે રણશિંગુ
તમે આ પણ વાચી શકો છો :