HomeGujaratDandi Satyagrah Day: ૯૪ વર્ષ પહેલાં ગાંધીજીએ ભીમરાડ સભા સંબોધી હતી -...

Dandi Satyagrah Day: ૯૪ વર્ષ પહેલાં ગાંધીજીએ ભીમરાડ સભા સંબોધી હતી – INDIA NEWS GUJARAT

Date:

Dandi Satyagrah Day: સુરતથી ૧૦ કિ.મીના અંતરે આવેલું ચોર્યાસી તાલુકાનું ભીમરાડ ગામ ગાંધીજીની દાંડીયાત્રાનો રસપ્રદ ઈતિહાસ ધરાવે છે. વર્ષ ૧૯૩૦માં અંગ્રેજો દ્વારા લગાવાયેલા મીઠા પરના કરની નાબૂદી માટે તા.૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ ગાંધીજીએ અમદાવાદથી ઐતિહાસિક દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. અને યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીએ ભીમરાડમાં સંબોધેલી જાહેરસભામાં ૩૦ હજારથી વધુ નાગરિકો જોડાયા હતા. એટલે જ સુરત જિલ્લાનું ભીમરાડ ગામ ઈતિહાસમાં અંકિત છે.

‘ગાંધી સ્મારક’ પર્યટન સ્થળ થઈ રહ્યું છે નિર્માણ

ભીમરાડની ભૂમિ સાથે જોડાયેલા ગાંધીજીના આદર્શ મૂલ્યોને જાળવવા અને આવનારી પેઢીને તેનાથી અવગત કરવાના હેતુસર રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ભીમરાડને પર્યટક સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં રૂ.૧૩ કરોડના ખર્ચે ‘ગાંધી સ્મારક આશ્રમ’નું ભવ્ય નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભીમરાડની ભૂમિનું ઐતિહાસિક મહત્વ સમજાવતાં ભીમરાડ ગાંધી સ્મારક સમિતિ પ્રમુખ બળવંતભાઈ પટેલે જણાવ્યું કે, અંગ્રેજોએ લાદેલા મીઠાના કરની નાબૂદી માટે ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ અમદાવાદથી પ્રારંભાયેલી દાંડી યાત્રાની તા.૬ એપ્રિલના રોજ પૂર્ણાહુતિ થઈ હતી. દાંડીથી પરત ફરી તા.૯ એપ્રિલ ૧૯૩૦ના રોજ ગાંધીજી સહિત અન્ય સત્યાગ્રહીઓએ સંબોધેલી સભાને આજે ૯૪ વર્ષ પૂરા થયા છે.

Dandi Satyagrah Day: ભીમરાડ ગામે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૩ કરોડના ખર્ચે

સમગ્ર કાંઠા વિસ્તાર ચોર્યાસી તાલુકા ગ્રામજનો અને શહેરીજનો યાત્રામાં જોડાયા હતા એમ જણાવી ગાંધીજીએ ભીમરાડમાં વિતાવેલી ઐતિહાસિક પળોને વાગોળતા તેમણે કહ્યું કે, ભીમરાડ ખાતે મહાત્મા ગાંધીજી ૦૯ એપ્રિલ ૧૯૩૦ના રોજ આવી પહોચ્યા હતાં તે સમયે ગામના વડીલ પરભુદાદા આહીરે પોતાના સ્વ હસ્તે બાપુને દુધનો ગ્લાસ પીવડાવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે, ‘મારૂ જીવન એ જ મારો સંદેશ છે’ એવા ગાંધીજીના વિચારો આજે ૨૧મી સદીના ત્રીજા દાયકામાં પણ એટલા જ સ્વીકૃત છે. જે કારણે ભીમરાડ ગામને ઐતિહાસિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની નેમ સાથે રાજ્ય સરકારે રૂ.૧૩ કરોડની ફાળવણી કરી છે. આ પ્રોજેક્ટની કામગીરી પ્રગતિમાં છે અને આગામી બે વર્ષમાં તે સાકારિત થશે.

પ્રોજેક્ટની વિશેષતાઓ જણાવતા તેમણે કહ્યું કે, ગાંધી સ્મારક આશ્રમમાં ગાંધી સભાગૃહ, મ્યુઝિયમ, પ્રાર્થના અને મલ્ટીપર્પઝ હોલ, પુસ્તકાલય, પ્રદર્શન હોલ, સંશોધન કેન્દ્ર, કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર, સ્પોટર્સ એક્સિવિટી ગ્રાઉન્ડ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, ટોયલેટ બ્લોક્સ અને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. બળવંતભાઈએ રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે વિકાસ પામનારા ભીમરાડ પર્યટન સ્થળ માટે ગ્રામજનો વતી આભારની લાગણી વ્યકત કરતા કહ્યું કે, ભીમરાડ ગામના વિકાસ થકી સ્થાનિકો માટે નવીન રોજગારીની તકોનું સર્જન થશે. જેથી ગામના લોકોનું જીવનધોરણ પણ ઊચું આવશે.

તમે આ પણ વાંચી શકો છો:

Excessive Google Use: સતત મોબાઈલનો ઉપયોગ પછી યુવતીની સ્થિતિ બગડી, ગળાફાંસો ખાધો – INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

‘Surat Take Off’ Book Launch : એરપોર્ટને કનેક્ટિવિટી મળતા બુકનું લોન્ચિંગ, “સુરતનું ટેક ઓફ” બુકનું વિમોચન કરાયું – India News Gujarat

SHARE

Related stories

Latest stories