HomeGujaratDA Hike :સરકારી કર્મચારીઓ માટે ખુશખબર!-India News Gujarat

DA Hike :સરકારી કર્મચારીઓ માટે ખુશખબર!-India News Gujarat

Date:

DA Hike : સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! નાણા મંત્રાલયે DA વધારા અંગે કરી આ જાહેરાત, જાણો વિગતવાર-India News Gujarat

નાણા મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે દેશના લગભગ 47.68 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને મોંઘવારીથી રાહત આપવા માટે વધેલા ડીએ(DA)ની ગણતરી જાન્યુઆરીથી જ કરવામાં આવશે.

સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા(Dearness Allowance)ને લઈને વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે.

નાણા મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે કર્મચારીઓને વધેલા મોંઘવારી ભથ્થા (DA)ને જાન્યુઆરી 2022થી જ લાગુ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે ગયા મહિને DAમાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો.

આ પછી સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 31 ટકાથી વધારીને 34 ટકા કરવામાં આવ્યું હતું.

તે કર્મચારીના બેઝિક પર ગણવામાં આવે છે. મોંઘવારીના વધેલા દરોમાંથી કર્મચારીઓને રાહત આપવા માટે સરકાર ભથ્થામાં વધારો કરે છે. એ જ રીતે તે પેન્શનરોને મોંઘવારીમાંથી એક રાત આપવા માટે ડીઆરમાં પણ વધારો કરે છે.

શું કહ્યું નાણા મંત્રાલયે?

નાણા મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે દેશના લગભગ 47.68 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને મોંઘવારીથી રાહત આપવા માટે વધેલા ડીએ(DA)ની ગણતરી જાન્યુઆરીથી જ કરવામાં આવશે.

ટૂંક સમયમાં તે કર્મચારીઓ અને પેન્શનરોને દર મહિને મળતી રકમમાં ચૂકવવામાં આવશે જ્યારે પાછલા મહિનાના એરિયર્સની ચૂકવણી કરવામાં આવશે.

મંત્રાલયે કહ્યું કે ડીએ વધારવાનો નિર્ણય 7મા પગાર પંચની ભલામણો અનુસાર લેવામાં આવ્યો છે જે પ્રવર્તમાન મોંઘવારી દર અને કર્મચારીઓ પર વધતા બોજને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવશે.

ડીએ(DA)  તરીકે 3 ટકાની રકમ કર્મચારીઓના માસિક પગારમાં ઉમેરવામાં આવશે જ્યારે આ રકમ પેન્શનરોને દર મહિને મળતા પેન્શનમાં ઉમેરવામાં આવશે.

આ પેન્શનધારકોને નિર્ણયનો લાભ મળશે

  1. કેન્દ્રીય વિભાગો અથવા કંપનીઓમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓને ડીઆરના રૂપમાં વધેલું પેન્શન મળશે.
  2. નિવૃત્ત કર્મચારીઓને પણ સશસ્ત્ર દળોની સેવાનો લાભ મળશે.
  3. અખિલ ભારતીય સેવા પેન્શનરો પણ આમાં ભાગ લેશે.
  4. રેલવે પેન્શનરો અને તેમના પરિવારોને લાભ મળશે.
  5. પ્રોવિઝનલ પેન્શન મેળવતા પેન્શનરોને પણ ડીએ આપવામાં આવશે.
  6. બર્મા (મ્યાનમાર) અને પાકિસ્તાનમાંથી વિસ્થાપિત થયેલા સરકારી પેન્શનરોને પણ વધારો DA મળશે.

તમે પણ આ વાંચી શકો છો –

Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ રોકાણ વળતરના નામે ઠેગો દેખાડી રહ્યું છે

તમે પણ આ વાંચી શકો છો –

Share Market Opening Bell:Sensex 58910 ઉપર ખુલ્યો

SHARE

Related stories

Latest stories