HomeGujaratCyber ​​Crime : Instagram ઉપર ફેક આઈડી બનાવી યુવતીના ફોટા...

Cyber ​​Crime : Instagram ઉપર ફેક આઈડી બનાવી યુવતીના ફોટા અપલોડ કર્યા -India News Gujarat

Date:

Instagram પર બિભત્સ ફોટા મુકાયા 

-India News Gujarat

સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી માહિતી મળે છે અને ઘણા વિદ્યાર્થીઓને તેના થકી અભ્યાસમાં મદદ પણ મળે છે. પરંતુ કેટલીકવાર સોશિયલ મીડિયા નો દુરપયોગ પણ થાય છે. આવો જ એક કિસ્સો પાંડેસરા વિસ્તારમાં પણ સામે આવ્યો છે.

પાંડેસરા બમરોલી રોડ વિસ્તારમાં રહેતી યુવતીને Instagram  ઉપર અલગ-અલગ ફેક આઈડી બનાવી તેના પ્રોફાઈલ પીક્ચરમાં તેમજ સ્ટોરીમાં બિભત્સ ફોટોગ્રાફ પોસ્ટ કરવાની સાથે યુવતી અને તેના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકીના મેસેજ કરવામાં આવ્યા હતા.યુવાને યુવતીના ભાઇને પણ બિભત્સ મેસેજ મોકલ્યા હતા અને યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

  • બોગસ આઇ ડી બનાવી કારસ્તાન કર્યું
  • યુવતીના ભાઇને પણ બિભત્સ મેસેજ કરાયા
  • બે અલગ અલગ એકાઉન્ટ ખોલ્યા હતા

અલથાણમાં આવેલ મોલમાં નોકરી કરતી 22 વર્ષીય યુવતી સોશિયલ મીડિયા  Instagramનો ઉપયોગ કરે છે. ગત તા 14 ફેબુઆરીના રોજ રાનીïયાદો 47 નામની આઈ.ડી પરથી  Instagram પર  ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી બિભત્સ મેસેજ કર્યા હતા. તથા મેસેજ કરી મળવા માટે બોલાવી નંબરની માંગણી કરી હતી.

જેથી સંગીતાએ તેની આઈ.ડી ચેક કરતા પ્રોફાઈલ પીક્ચરમાં તેમજ સ્ટોરીમાં ફોટોગ્રાફ મુક્યા હતા. સ્ટોરીમાં બીજા અન્ય ફોટોગ્રાફ પણ પોસ્ટ કર્યા હતા. કોઈ અજાણ્યો બદનામ કરતો હોવાથી યુવતી તેની  Instagram આઈ.ડી બંધ કરી નવી આઈ.ડી બનાવી હતી. તેના ઉપર ગત તા 9મી માર્ચના રોજ મધુ યાદવ 2725 નામની આઈ.ડી પરથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. જે રીક્વેસ્ટ સ્વીકાર્યા બાદ આઈ.ડી ચેક કરતા તેનાપ્રોફાઈલ પીકચરમાં તેમજ સ્ટોરીમાં અન્ય ફોટોગ્રાફ મુક્યા હતા.

Cyber ​​Crime સેલમાં ફરિયાદ દાખલ : આરોપી ઝડપાયો  

આ  Instagram આઇડી પર બિભત્સ ફોટો પણ પોસ્ટ કર્યા હતા. યુવતી મેસેજ કરી આ બધુ શુ કામ કરે છે ?મને શુ કામ હેરાન કરે છે ? જે બાદ  Instagram આઈ.ડી. મધુયાદવ 2725 પરથી સંગીતાના ભાઈને તેની ઈસ્ટાગ્રામ આઈડી પર ચારિત્ર્ય બાબતે મેસેજ કરી જાનથી મારી નાંખવાની ધમકી અપી હતી. અને છેલ્લે 19મી માર્ચના રોજ રાત્રે મેસેજ કર્યા બાદ આઈડી બંધ કરી દીધી હતી. બનાવ અંગે Cyber ​​Crime પોલીસે યુવતીએ ફરિયાદ આપતાની સાથે જ પોલીસે ફરિયાદ લઇ આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

આ અંગેની ફરિયાદ Cyber ​​Crime સેલમાં નોંધાતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને આરોપી વિકાસ સરોજને ઝડપી પાડ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

તમે પણ આ વાંચી શકો છો: Booking Of Railway Post Gatishakti Express Service From Surat Started

તમે પણ આ વાંચી શકો છો: io mart Instant Delivery- બજારને બદલવાની તૈયારીમાં મુકેશ અંબાણી

SHARE

Related stories

Latest stories