HomeGujaratCruel Father Abandoned Children : તરુણ મિશ્રા ફરી એકવાર નિરાધાર માટે આધાર...

Cruel Father Abandoned Children : તરુણ મિશ્રા ફરી એકવાર નિરાધાર માટે આધાર બનીને આવ્યા, ત્રણ બાળકોને ક્રૂર પિતા સિવિલ હોસ્પિટલે મૂકી પલાયન – India News Gujarat

Date:

Cruel Father Abandoned Children : ત્રણેય બાળકો ને અલથાણ સેલ્ટર હોમ ખાતે લઈ જવાયા. બાળકો ને આશરો આપવાની તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરાઈ.

ત્રણ બાળકો લાવારીસ અવસ્થામાં મળી આવ્યા

સુરત શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ત્રણ બાળકો લાવારીસ અવસ્થામાં મળી આવતા. સમાજસેવીએ બાળકોને સેલ્ટર હોમમાં લાવી તેમને સહારો આપ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પિતા અને માતાની શોધખોળ શરૂ કરવામાં આવી

સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ બહાર ત્રણ બાળકો એકલા બેસેલા દેખાતા સામાજિક કાર્યકર્તાએ તેમની પુછપરછ કરતા બાળકોએ જણાવ્યું હતું કે તેમના પિતા તેમને તરછોડી ચાલ્યા ગયા છે.જેથી સામાજિક કાર્યકર્તાએ તાત્કાલિક ધોરણે સુરતના નિરાધારના આધાર એવા તરુણ મિશ્રાને જાણ કરતા તરુણ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. તરુણ મિશ્રા અને તેમની ટીમ દ્વારા તેના પિતા અને માતાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. શોધખોળ કરતા દરમ્યાન બાળકોએ જણાવ્યું હતું કે તેમની માતા તેમના મોટાભાઈને લઈ આજથી આશરે દોઢથી બે મહિના અગાઉ તેમને છોડી ચાલી ગયેલ છે અને તેઓ તેના પિતા સાથે રહેતા છે .જ્યારે તરુણ મિશ્રાએ તેમના પિતાનું સંપર્ક કર્યો ત્યારે એવી માહિતી સામે આવી કે પિતા દ્વારા જ તેમના આ બાળકોને તરછોડી દેવામાં આવ્યા હતા.

Cruel Father Abandoned Children : પિતાએ આ બાળકોને તરછોડી મૂકવાનું નક્કી કર્યું હતું

આ સમગ્ર બનાવ પાછળનું જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે હકીકત એવી સામે આવી હતી કે બાળકોનો પિતા રીક્ષા ચલાવીને તેના ચાર જેટલા બાળકોનું ભરણપોષણ કરતો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી બાળકોનું ભરણપોષણ અટવાતા અંતે પિતાએ આ બાળકોને તરછોડી મૂકવાનું નક્કી કર્યું હતું અને ગતરોજ સિવિલ હોસ્પિટલ મૂકી તે તેના નાના બાળક સાથે નીકળી ગયો હતો.હાલ તરુણ મિશ્રા આ ત્રણેય નિરાધાર બાળકોને સુરત મહાનગર પાલિકા સંચાલિત અલથાણના સેલ્ટર હોમ ખાતે લઈ આવ્યા છે અને બાળકોના ભરણપોષણ અને શિક્ષણનો સમગ્ર ભાર ઉપાડવાનો નક્કી કરી માનવતા મહેકાવી છે.

Cruel Father Abandoned Children : એકબીજાથી મળી પણ શકે છે

તરુણ મિશ્રાએ બાળકોના પિતાને જણાવ્યું હતું કે તમે જ્યાં સુધી સક્ષમ ના થાઓ કે દીકરા કે દીકરી સક્ષમ ન થાય ત્યાં સુધી તેઓ અહીં રહી શકે છે અને તેઓ એકબીજાથી મળી પણ શકે છે અને તેમના માટે સેલ્ટર હોમમાં અલગથી એક રૂમ પણ બનાવી દેવામાં આવ્યો છે.

તમે આ પણ વાંચી સકો છો :

Manoj Jarang fast: મનોજ જરાંગે 17 દિવસ પછી ઉપવાસ સમાપ્ત કર્યા, હોસ્પિટલમાં થયા દાખલ

તમે આ પણ વાંચી સકો છો :

Maharashtra: સુપ્રિયા સુલેએ અજિત પવાર અને સુનેત્રા પવાર પર કટાક્ષ કર્યો-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

MANGO JELLY RECIPE : ઘરે બનાવો સ્વાદિષ્ટ કાચી કેરીની જેલી

INDIA NEWS GUJARAT : જો તમે પણ તમારા બાળકોને...

METHI KHICHADI RECIPE : સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથીની ખીચડી જે ગમશે બધાને

INDIA NEWS GUJARAT : ખીચડીનું નામ સાંભળતા જ બાળકોથી...

Latest stories