HomeGujaratCruel End Of Love Affair : પ્રેમ પ્રકરણનો કરું અંજામ આવ્યો સામે,...

Cruel End Of Love Affair : પ્રેમ પ્રકરણનો કરું અંજામ આવ્યો સામે, પરણિત મહિલાને લઈ ભાગેલા યુવકનું મૌત – India News Gujarat

Date:

Cruel End Of Love Affair : મહિલા અને યુવકનું નિવેદન લેવા બોલાવ્યા હતા પોલીસે નિવેદન નોંધતી વખતે યુવક ભગવા જતાં થયો અકસ્માત.

યુવાનના નિવેદન લેતી વખતે યુવાન પોલીસની નજર ચૂકવી ભાગ્યો

કડોદરા GIDC પોલીસ મથક વિસ્તારની પરિણીતા એક યુવાન સાથે ભાગી છૂટી હતી બુધવારના રોજ પરણીતાના સંબંધી મારફતે પરણીતા અને યુવાન કડોદરા પોલીસ સમક્ષ હાજર થયા હતા જે દરમિયાન યુવાનના નિવેદન લેતી વખતે યુવાન પોલીસની નજર ચૂકવી ભાગ્યો હતો અને કડોદરા બ્રિજ નીચેના ગરનાળૂ ઓળંગી ભાગવા જતાં ટેમ્પા અડફતે યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતુ.

પરણીતાનું નિવેદન લઈ પરણીતાનો કબજો તેના પતિને સોંપ્યો

રાજસ્થાનના અને હાલ પલસાણા તાલુકાના બગુમરા ગામની શિવ સાગર સોસાયટીમાં રહેતા પ્રકાશ ડાલુરામ ખટિક મિનરલ પાણીનો વ્યવસાય કરે છે પ્રકાશ ખટીક કડોદરા ખાતે રહેતી એક બે પુત્રની માતાને લઈ ભાગી છૂટ્યો હતો જેને લઈને પરિણીતાના પરિવાર જનોએ કડોદરા પોલીસમાં જાણ કરતા બુધવારના રોજ પ્રકાશના સંબંધી પ્રકાશ ખટિક અને પરણીતાને લઈ કડોદરા ચોકી પર પોલીસ સમક્ષ હાજર થયા હતા જે દરમિયાન પોલીસે પરણીતાનું નિવેદન લઈ પરણીતાનો કબજો તેના પતિને સોંપ્યો હતો અને પ્રકાશ ખટીકનું નિવેદન લીધું હતુ તે દરમિયાન પ્રકાશ પોલીસની નજર ચૂકવી નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર ચલથાણ તરફ ભાગ્યો હતો અને બ્રિજ નીચે બનેલા અંડર રસ્તા માંથી સામેની તરફ નીકળ્યો હતો.

Cruel End Of Love Affair : કડોદરા પોલીસ પ્રકાશને ચલથાણ ખાતેની સંજીવની હોસ્પિટલમાં લાવી

જે દરમિયાન ચલથાણ કડોદરા સર્વિસ રોડ પર રાજસ્થાન હોટલની સામે એક અજાણ્યા ટેમ્પા ચાલકે પ્રકાશને અડફતે લેતા પ્રકાશને શરીરે ગંભીર ઇજાઓ થતા કડોદરા પોલીસ પ્રકાશને ચલથાણ ખાતેની સંજીવની હોસ્પિટલમાં લાવી હતી જે દરમિયાન ફરજ પરના તબીબે પ્રકાશને મૃત જાહેર કર્યો હતો સમગ્ર મામલે કડોદરા પોલીસે પરિવારની ફરિયાદ લેવાની તજવીજ હાથધરી છે.

તમે આ પણ વાંચી સકો છો :

Syrup Fraud: આયુર્વેદીક સીરપના નામે કેમિકલ વેચતા 2 ઝડપાયા 

તમે આ પણ વાંચી સકો છો :

VR Mall: બોમ્બના ધમકીભર્યા મેઈલની તપાસમાં યુરોપના કનેક્શન

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories