HomeGujaratCriminal on Run 'ARRESTED' : માથાભારે સાકા ભરવાડને પોલીસ ઝડપી પાડ્યો, ધાડ...

Criminal on Run ‘ARRESTED’ : માથાભારે સાકા ભરવાડને પોલીસ ઝડપી પાડ્યો, ધાડ લુંટ અને મારામારીના અનેક ગુનાને અંજામ આપ્યા – India News Gujarat

Date:

Criminal on Run ‘ARRESTED’ : સાકા ભરવાડે હોટલ માલિકને ચપ્પુના ઘા કરી ફરાર હતો. પોલીસે આરોપીને ઝડપી પાડીને રી-કન્ટ્રક્શન પણ કર્યું.

નજીક બાબતે હુમલો કરી ચકકુના ઘા ઝીકી દીધા

કામરેજ વિસ્તારમાં આતંક મચાવનાર રીઢા સાકા ભરવાડને આખરે પોલીસે ઝડપી લીધો છે. થોડા દિવસ અગાઉ શાકા ભરવાડે હોટેલ મલિક પર નજીક બાબતે હુમલો કરી ચકકુના ઘા ઝીકી દીધા હતા. પોલીસે સાકા ભરવાડને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સાકા ભરવાડ વિરુદ્ધ અગાઉ અનેક ધાડ,લૂંટ, મારામારી જેવા ગંભીર ગુના નોંધાઈ ચુક્યા છે અને પાસા હેઠળ સજા પણ કાપી ચુક્યો છે.

સાકા ભરવાડની ઉમર આમ તો નાની છે પણ ક્રાઇમની દુનિયામાં નામ તેનું મોટું

ડાયમંડ સિટી સુરતનો પ્રવેશ દ્વારા ગણાતો કામરેજ વિસ્તાર દિવસ રાત પ્રગતિ કરી રહ્યો છે. સાથે સાથે ગુનેગારો પણ વધી રહ્યા છે. અને માથાભારે તત્વો છાશવારે લૂંટ,ચોરી, મારામારીની ઘટનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે નાની ઉમરમાં ક્રાઇમની દુનિયામાં પગ મૂકી લોકો માટે માથા દુખાવા બનેલા અને કામરેજ પોલીસ મથકના વોન્ટેડ આરોપી વિશાલ ઉર્ફે સાકા ભરવાડને પોલીસે કામરેજ ચારરસ્તા નજીકથી ઝડપી લીધો છે. સાકા ભરવાડની ઉમર આમ તો નાની છે પણ ક્રાઇમની દુનિયામાં નામ તેનું મોટું છે. લૂંટ, ધાડ કે પછી કોઈને જાહેરમાં મારવો એ સાકા માટે ડાબા હાથનો ખેલ છે. ગત 15 તારીખની રાતે કામરેજ ચારરસ્તા નજીક આવેલ એક હોટેલ પર જઈ સાકા ભરવાડે નજીવી બાબતે હોટેલ માલિકને ચપ્પુ મારી દીધું હતું. જેને લઇને હોટેલ પર આવેલા લોકોના જીવ પડીકે બંધાઇ ગયા હતા. ગુનાને અંજામ આપી સાકો ભરવાડ ભાગી ગયો હતો. જેને કારણે પોલીસ સતત એની શોધ કરી રહી હતી,, આખરે એને પકડવામાં પોલીસને સફળતા મળી છે.

Criminal on Run ‘ARRESTED’ : પોલીસે ચોક્કસ બાતમીના આધારે તેને કામરેજ ચારરસ્તા ખાતેથી દબોચી લીધો

સાકા ભરવાડના વધી ગયેલ આતંકને લઈને પોલીસે તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસથી બચવા સાકો ભરવાડ અલગ અલગ ઠેકાણા ફેરવી રહ્યો હતો. ત્યારે 100 કામ પડતાં મૂકી સાકા ભરવાડને પકડવા કામે લાગેલી કામરેજ પોલીસે ચોક્કસ બાતમીના આધારે તેને કામરેજ ચારરસ્તા ખાતેથી દબોચી લીધો હતો. અને કોર્ટમાં રજુ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. સાકા ભરવાડને ઘટના સ્થળે લઈ જઈને પોલીસે સમગ્ર ઘટનાનું રી કન્ટ્રક્શન પણ કર્યું હતું. માથાભારે સાકા ભરવાડ વિરૂદ્ધ અત્યાર સુધીમાં લૂંટ,ધાડ,મારામારી જેવા ગંભીર ગુનો પણ નોંધાઈ ચૂક્યા છે અને તે પાસાની ગંભીર સજા પણ કાપી ચૂક્યો છે.

તમે આ પણ વાંચી શકો છો:

Kalki Koechlin Kid : કલ્કિ કોચલીને તેની ગર્ભાવસ્થાની વાત શેર કરી, સારા અને ખરાબ અનુભવો શેર કરતા કહ્યું…

તમે આ પણ વાંચી શકો છો:

Alia Bhatt Is Insecure of Ranbir Kapoor’s Bond with Triptii Dimri : શું આલિયા ભટ્ટ રણબીર કપૂરની તૃપ્તિ ડિમરી સાથેની નિકટતા વિશે અસુરક્ષિત છે? આ વાયરલ પોસ્ટ પર નેટીઝન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories