HomeGujaratCrime Branch nabbed accused Sajju Kothari from his house:પોતાના બંગલાના બંકરમાંથી ઝડપાયો...

Crime Branch nabbed accused Sajju Kothari from his house:પોતાના બંગલાના બંકરમાંથી ઝડપાયો સજ્જુ કોઠારી -India News Gujarat

Date:

પોતાના બંગલાના બંકરમાંથી ઝડપાયો કુખ્યાત

Sajju Kothari -India News Gujarat

સુરત Crime Branchની ટીમે સુરતના કુખ્યાત ટપોરી Sajju Kothari ને તેના બંગલામાં જ બનાવાયેલા બંકરમાંથી ઝડપી પાડ્યો છે. ગત રોજ સાંજે સુરત Crime Branchના અધિકારીઓએ ઓપરેશન સજ્જુ હાથ ધર્યું હતું અને તેને પાંચ માળના બંગલાના બંકરમાંથી ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરી 11 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

  • ત્રણ પી આઇ, સાત પીએસઆઇ સહિત 40 પોલીસ જવાનોનો કાફલાએ ઓપરેશન હાથ ધર્યું 

સુરત Crime Branchને બાતમી મળી હતી કે, સુરતનો કુખ્યાત Sajju Kothari તેના નાનપુરા જમરૂખ ગલીના નાકા પર આવેલા પાંચ માળના બંગલામાં છુપાયેલો છે. જેથી Crime Branchના એસીપી સરવૈયાની આગેવાનીમાં ત્રણ પી આઇ, સાત પીએસઆઇ સહિત 40 પોલીસ જવાનોનો કાફલો નાનપુરા જમરૂખ ગલી ખાતે દોડી ગયો હતો. Sajju Kothari એ તેના બંગલાની દિવાલ ઉપર કાંટાળા તાર બાંધી દીધા હોવાથી તેના બંગલામાં પ્રવેશ કરવો મુશ્કેલ હતો .

Crime Branchના એસીપી સરવૈયાએ સીડી મંગાવી અને પહેલા તેઓ સીડી મારફત સજ્જુના બંગલામાં પ્રવેશ્યા હતા. ત્યાર બાદ એક પછી એક પોલીસ જવાન તેમની પાછળ સજ્જુના બંગલામાં ઘુસ્યા હતા. જ્યાં Sajju Kothari ના નામનું વોરન્ટ હોવાનું કહીને દરવાજો ખોલવા માટે કહેવાયું હતું જો કે, બંગલાનો દરવાજો કોઇએ ખોલ્યો ન હતો. જેથી પોલીસે પહેલા માળની બારીનો કાચ તોડ્યો હતો અને દરવાજો ખોલ્યો હતો. પાંચ માળ સુધી તપાસ કરવા છતા સજ્જુનો કોઇ અતો પતો લાગ્યો ન હતો.  – LATEST NEWS

Sajju Kothari નો સાગરીત સમીર સલીમ શેખ પણ ઝડપાયો -India News Gujarat

પોલીસે ફ્લોરીંગ ચેક કરવા સાથે ફર્નિચર પાસે ટીવી હતું ત્યાં તપાસ કરી હતી અને શો કેસની બાજમું એક લાકડાના દરવાજા જેવુ હતું જેને ઠોકતા તેમાંથી બોદો અવાજ આવ્યો હતો જેથી પોલીસને શંકા ગઇ હતી કે, આ રૂમમાં બંકર બનાવેલું હશે જેથી પોલીસે દરવાજો તોડતા અંદરથી Sajju Kothari હાથ લાગ્યો હતો. બાજુમાં આવેલી બંધ બિલ્ડીંગમાં પોલીસે તપાસ કરતા તેમાંથી Sajju Kothari નો સાગરીત સમીર સલીમ શેખ પણ ઝડપાયો હતો.  – LATEST NEWS

  • લાજપોર જેલના દરવાજેથી નાસી ગયો હતો સજ્જુ
  • પોલીસે સજ્જુના 11 દિવસના રિમાન્ડ મેળવ્યા

Sajju Kothari વિરૂધ્ધ શહેરમાં સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે અને પોલીસે બે વખત તેની સામે ગુજસીટોક હેઠળ પણ ફરિયાદ નોંધી છે. થોડા સમય અગાઉ Sajju Kothari સુરત પોલીસને ચકમો આપીને લાજપોર જેલના ગેટ પરથી ફરાર થઇ ગયો હતો. હાલમાં Crime Branch દ્વારા Sajju Kothari ની સત્તાવાર અટકાયત કરીને તેની પુછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસે Sajju Kothari ને આજે કોર્ટમાં રજૂ કરીને 20 દિવસના રિમાન્ડ માંગ્યા હતા કોર્ટે આરોપી Sajju Kothari ના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.  – LATEST NEWS

તમે આ વાંચી શકો છો: SMC Garden -બાગ બગીચાઓનો સમય બે વર્ષ બાદ પૂર્વવત કરાયો-

તમે આ વાંચી શકો છો: Indian Ethnic Wear – Fashion Forecasting વિશે વર્કશોપ યોજાશે

SHARE

Related stories

Latest stories