HomeGujaratCorruption Of Irresponsible Officer's : સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કૉન્ટ્રાક્ટરોની પોલ...

Corruption Of Irresponsible Officer’s : સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કૉન્ટ્રાક્ટરોની પોલ ખૂલી, બેજવાબદાર કામગીરીનો ભ્રષ્ટાચારનો પાપ પોપળો ફળી ફૂટ્યો – India News Gujarat

Date:

Corruption Of Irresponsible Officer’s : ઓલપાડ ખાતે કાકરાપાર ડાબા કાંઠા નહેરમાં ગાબડું નહેરમાં ભંગાણ પડતાં સિચાઈનું પાણી અવરોધ ઊભી થયો.

વારંવાર કાકરાપાર ડાબા કાંઠા નહેરમાં ગાબડાં પાડવાની ઘટના સામે આવી

સિચાઈ વિભાગના અધિકારીઓના પાપે વારંવાર કાકરાપાર ડાબા કાંઠા નહેરમાં ગાબડાં પાડવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના ઓલપાડ તાલુકામાં સામે આવી છે. જેમાં કાકરાપાર ડાબા કાંઠા નહેરમાં મસમોટું ભંગાણ સર્જાતાં સિચાઈનું પાણી અવરોધાયું છે.

સિંચાઇના પાણી પહોંચવાના માર્ગમાં અવરોધ ઉભો થયો

  • સરકાર દ્વારા કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવી કાકરાપાર ડાબા કાઠા નહેરને આર.સી.સી. વાળી મજબૂત બનાવવા માટે ખર્ચ કરવામાં આવેલ હતા.
  • પરંતુ આ કામગીરી થયાના હજી બે વર્ષ ના સમયગાળા મા જ કાકરાપાર ડાબા કાઠા નહેરમાં વારંવાર ગાબડાંઓ પડી તૂટી રહી છે.
  • સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આગાઉ માંડવી ખાતે કાકરાપાર ડાબા કાંઠા નહેરમાં ગાબડું પડ્યું હતું.
  • અને ગતરોજ ઓલપાડ તાલુકાનાં સરોલી ગામ નજીક કાકરાપાર ડાબા કાઠાની મુખ્ય નહેરમાં ગાબડું પડ્યું છે.
  • ઓલપાડ તાલુકાનાં વિસ્તારમાં આ નહેર મારફતે સિંચાઈ માટે પાણી પહોચાડવામાં આવે છે. હાલમાં સમગ્ર ઓલપાડ તાલુકામાં ખેડૂતોની ઉનાળુ ડાંગળ રોપાણીની સિઝન ચાલી રહી છે.
  • સ્વાભાવિક છેકે મુખ્ય નહેરમાં ગાબડું પરતા આ સમગ્ર વિસ્તારમાં સિંચાઇના પાણી પહોંચવાના માર્ગમાં અવરોધ ઉભો થયો છે.
  • જેથી સમગ્ર વિસ્તારમાં ડાંગળ અને શાકભાજીની ખેતી કરતા ખેડૂતો ચિંતાતુર થઈ જવા પામેલ છે. નહેરમાં વારંવાર ગાબડું પડવાની આ ઘટનાઓ ખૂબ જ ગંભીર છે.
  • પરંતુ અધિકારીઓ અને કૉન્ટ્રાક્ટરોના મેળાપીપળાના કારણે નહેર તૂટવાની સત્ય હકીકત બહાર આવતી નથી અને નહેરની કામગીરીમાં ભ્રષ્ટાચારને છાવરવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.

Corruption Of Irresponsible Officer’s : નબળી કામગીરીમાં જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ

સિંચાઇ વિભાગના જવાબદાર અધિકારીઓએ આ બાબતે ગંભીતા દાખવી તત્કાલ જે જગ્યાએ નહેરમાં ગાબડું પડ્યું છે તે મરામત કરાવવું જોઈએ કે જેથી ઓલપાડ તાલુકાનાં ખેડૂતોને ઉનાળુ ડાંગળ રોપણીમાં સમયસર સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તથા નહેર બનાવવાની આવી નબળી કામગીરીમાં જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ અનેં આવી ગુણવત્તા વિહીન નબળી કામગીરી કરનાર એજન્સી/કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા જોઈએ. એવી માંગ ખેડૂત આગેવાનો અને વિપક્ષના નેતાઓ કરી રહ્યા છે.

તમે આ પણ વાંચી શકો છો:

New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે

તમે આ પણ વાંચી શકો છો:

Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી

SHARE

Related stories

Latest stories