HomeGujaratCorporator કુંદન કોઠીયા ભાજપમાંથી ફરી આપમાં જોડાયા-India News Gujarat

Corporator કુંદન કોઠીયા ભાજપમાંથી ફરી આપમાં જોડાયા-India News Gujarat

Date:

આપમાંથી આવેલા બીજા મહિલા Corporatorએ ભાજપને અલવિદા કહ્યુ -India News Gujarat  

સુરત મહાનગર પાલિકાના આમ આદમી પાર્ટીના મહિલા Corporator કુંદન કોઠીયા થોડા સમય પહેલા આપમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. પરંતુ આજે તેમણે ફરી વખત ભાજપના Corporator તરીકે કામ નહીં કરવાનું જણાવી અને આપમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેના પગલે ભાજપ દ્વારા વિધાનસભા ઇલેકશન પહેલા પાટીદાર મતોમાં પડતું ગાબડું અટકાવવા માટે જે પ્રયાસો કરવામાં આવતા હતા તેને આપના Corporator કુંદન કોઠીયાએ આપેલા રાજીનામાથી મોટો ફટકો પડશે એવુ માનવામાં આવે છે. અત્યાર સુધીમાં આપમાંથી કુલ છ Corporator આપમાંથી ભાજપમાં ગયા હતા પરંતુ તે પૈકી બે મહિલા Corporator મનિષા કુકડીયા અને કુંદન કોઠીયા ફરી વખત ભાજપમાંથી આપમાં આવી ગયા છે.-India News Gujarat

ભાજપમાં મોટા માથાઓના ઇશારે જ કામ થતા હોવાનો Corporatorનો આરોપ -India News Gujarat 

આપમાંથી ભાજપમાં અને ફરી ભાજપમાંથી આપમાં ગયેલા મહિલા Corporator કુંદન કોઠીયાએ એવો આરોપ પણ મુક્યો છે કે, ભારતીય જનતા પાર્ટીમાં કોઇના કામો થતા નથી. માત્રને માત્ર મોટા માથાઓના ઇશારે જ કામો થાય છે. લોકોના હિતના કામોને ક્યારેય પ્રાધાન્ય આપવામાં આવતું નથી એવુ પણ તેમણે જણાવ્યું હતું. જો કે, જ્યારે આપમાંથી Corporator દ્વારા રાજીનામા આપવામાં આવ્યા ત્યારે તેમણે બધાને એવા નિવેદનો આપ્યા હતા કે, સામાન્ય લોકોના કામ કરવા માટે અમે આવ્યા છીએ અને સત્તાધારી પક્ષ સાથે મળીને એક Corporator તરીકે અમે સારી રીતે કામ કરી શકીએ તે માટે આપને અલવિદા કરી રહ્યા છે.-India News Gujarat

ગણતરીઓ ઉંધી પડતા હવે Corporatorને ગેરલાયક ઠેરવવાનો ખેલ શરૂ થશે -India News Gujarat 

ભાજપ દ્વારા આપને તોડવા માટે યેન કેન પ્રકારે આપના કોર્પોરેટરોને ખેંચી લાવવામાં આવ્યા હતા. જે પૈકી Corporator મનિષા કુકડીયા ફરી વખત ભાજપમાંથી આપમાં જતા રહ્યા હતા. ત્યારે પાલિકાના શાસક પક્ષના નેતા અમિત સિંગ રાજપુત દ્વારા સચિવને પત્ર લખીને મહિલા Corporator મનિષા કુકડીયાને ગેરલાયક ઠેરવવા માટે માંગણી કરવામાં આવી હતી. મહિલા Corporator કુંદન કોઠીયાના કિસ્સામાં પણ ભાજપની નેતાગીરી દ્વારા આ  ખેલ ખેલવામાં આવશે એવુ માનવામાં આવી રહ્યુ છે.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Surat SMC PPP-ઉગત ગાર્ડનના ઇજારેદારે પાંચ વર્ષ સુધી જગ્યા વાપરી પણ ભાડું ચૂકવ્યું નથી

આપ આ પણ વાંચી શકો છોઃ-જુવો Video SMC staffને આખલાએ પરસેવો પડાવ્યો

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories