સુરતમાં Corona નવા 10 કેસ નોંઘયા
સુરતમાં ફરી Corona ઉથલો મારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 8 અને જિલ્લામાં વધુ નવા બે કેસો નોંધાયા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ, ટેક્સ્ટાઇલ વેપારી સહીત 10 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ સાથે જ સુરત શહેરમાં કલ 1,62,243 કોરોનાના કેસો નોંધાયા છે. જયારે વધુ એક દર્દી ડિસ્ચાર્જ થયો છે.
રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂરું થવાની અણીએ છે, અને હવે થોડા દિવસોમાં શાળાઓ પણ શરૂ થવા જઈ રહી છે. તેવામાં ફરી એકવાર રાજ્યભરમાં કોરોના સંક્ર્મણ ઉથલો મારી રહ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને બહારગામ ફરી આવનારા લોકો સંક્રમિત થઇ રહ્યા છે. રાજ્યમાં પણ ઘણા દિવસો બાદ કોરોનાના નવા કેસોનો આંકડો 100ને પાર પહોંચ્યો છે. તે જ પ્રમાણે સુરતની પણ વાત કરીએ તો સુરતમાં પણ ત્રણ મહિના બાદ કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
વેકેશનમાં(Vacation ) બહારગામ ફરીને આવતા લોકોમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. લાંબા સમય બાદ કેસોની સંખ્યા વધતા આરોગ્ય તંત્ર ફરી એકવાર એલર્ટની સ્થિતિમાં આવી ગયું છે.