HomeGujaratsurat મનપાની ડાયરીને લઈ રાજકારણ ગરમાયું– India News Gujarat

surat મનપાની ડાયરીને લઈ રાજકારણ ગરમાયું– India News Gujarat

Date:

surat મનપાની વર્ષ 2022ની ડાયરીને ભગવા રંગરૂપ અપાતાં વિવાદ

surat પાલિકા ની વર્ષ 2022ની ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જો કે, ડાયરીને ભગવા રંગરૂપ અપાતા વિવાદનો મધપુડો છેડાયો છે. જણાવી દઈએ કે, ડાયરીનું કવરપેજ તો ભગવા રંગનું છે .પરંતુ ડાયરીના દરેક પાના ઉપર વિવિધ વિગતો દર્શાવતી માહિતીને પણ કેસરિયો રંગ આપવામાં આવ્યો છે.જેને લઈને ફરી વખત આપના કાર્યકરોમાં શાશકો સામે રોષ વ્યક્ત કર્યો છે.– India News Gujarat

  • ડાયરીની યાદીમાંથી આમ આદમી પાર્ટીનું નામ ગાયબ
  • ડાયરીમાં નામ ન આવતા આપના કાર્યકરોમાં રોષ
  • ડાયરીમાં રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોમાં 6 પાર્ટીના નામ આપવમાં આવ્યા

વર્ષ 2022ની suratપાલિકાની ડાયરીમાં રાષ્ટ્રીય પાર્ટીઓના નામોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. પરંતુ આ વર્ષે આ રાષ્ટ્રીય પાર્ટીઓના નામોની યાદીમાં સુરત પાલિકામાં વિપક્ષ આમ આદમી પાર્ટી છે તેનો ઉલ્લેખ જ નથી કરવામાં આવ્યો. ડાયરીમાં રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોમાં 6 પાર્ટીના નામ આપવમાં આવ્યા છે. પરંતુ suratપાલિકામાં વિપક્ષમાં આમ આદમી પાર્ટી છે, તો ડાયરીમાં આમ આદમી પાર્ટીનું નામ હોવું જોઇએ તેને લઇ રાજકારણમાં હલચલ તેજ બની ગઈ છે.

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોમાં અસંતોષ સાથે રોષ 

surat પાલિકાની ડાયરી નવા વર્ષની શરૂઆતમાં જ આપવાની હોય છે. પરંતુ આમ આદમી પાર્ટીના નગરસેવકો ભાજપમાં જોડાવાની અને ત્યારબાદ ભાજપમાંથી બે નગરસેવકો ફરી આમ આદમી પાર્ટીમાં જોડાવાના ઘટનાક્રમને લઇ ડાયરીમાંથી તેઓના ફોટાને ફેરવવા પડ્યા હતા. જેને લઇ ડાયરી મે મહિનામાં આવી છે. 120 કાઉન્સિલરને ડાયરી વહેંચવાની શરૂઆત થઈ પણ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.અને શાસક પક્ષ સામે આક્ષેપ કરતા ભાજપ આપ પાર્ટીથી ડરી રહ્યું હોવાની વાત કરી હતી.– India News Gujarat

તમે આ વાંચી શકો છો: surat માંથી બાંગ્લાદેશીઓને ભારત માં ઘુસાડવાનું રેકેટ ઝડપાયું

તમે આ વાંચી શકો છો: CWCની બેઠકમાં સોનિયાએ આપ્યો વિજય મંત્ર

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Premium Housing Destination: અમદાવાદમાં પ્રીમિયમ હાઉસિંગ ડેસ્ટિનેશન તરીકે ચમક ગુમાવતો ઇસ્કોન-આંબલી રોડ – INDIA NEWS GUJARAT

અમદાવાદ,28 જાન્યુઆરી: ઇસ્કોન-આંબલી રોડ એક સમયે અમદાવાદમાં હાઇ-એન્ડ રિયલ...

Latest stories