જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગકારો સાથે બેઠક કરી – India News Gujarat
ભારતમાં બેલ્જિયમના કોન્સ્યુલ જનરલ પી બ્રસલ્સમેન ની આગેવાની હેઠળ બેલ્જિયમનુ પ્રતિનિધિમંડળ 4થી એપ્રિલ 2022 ના રોજ સુરતના GJEPCના પ્રાદેશિક કાર્યાલયની મુલાકાતે આવ્યું હતું. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને વધુ મજબૂત બનાવવા માટે સુરતના હીરા તેમજ હીરા જડિત આભૂષણના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ક્ન્યુસલ જનરલ સાથે વિચારો ની આપ-લે કરી હતી.GJEPCના ગુજરાત રિજયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ તેમના વક્તવ્યમાં પ્રતિનિધિ મંડળનું સ્વાગત કર્યું અને ટીમનું અભિવાદન કર્યું હતું. નાવડિયાએ તેમના વક્તવ્યમાં વિઝાના નવીકરણ માટે દર 5 વર્ષે બાયોમેટ્રિક વેરિફિકેશન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બ્રસલ્સમેન ને નવીકરણની પ્રક્રિયાને સરળ બનાવવા વિનંતી કરી હતી.- India News Gujarat
હીરા ઉદ્યોગકારો માટે બેલ્જીયમ એ રફ ડાયમંડ માટેનું હબ – India News Gujarat
GJEPCના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, વિશ્વના તમામ હીરા ઉદ્યોગકારો માટે બેલ્જીયમ એ રફ ડાયમંડ મેળવવા માટેનું હબ છે. GJEPC સાથે સંકળાયેલા વેપારીઓ પૈકી મોટા ભાગના તમામ લોકોનો વેપાર બેલ્જીયમ સાથે છે અને GJEPC દ્વારા વખતો વખત આ વેપારમાં વધારે સરળતા રહે તે માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. બેલ્જીયમનું જે પ્રતિનિધી મંડળ આવ્યુ છે તેમની સમક્ષ GJEPC દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને કારણે આગામી દિવસોમાં વેપારમાં વધારે સરળતા રહેશે. – India News Gujarat
Consul General of Belgium P. Brusselsmanએ શું કહ્યું – India News Gujarat
GJEPCના અસિસ્ટેંટ ડિરેક્ટરએ ભારતમાં ડાયમંડ એક્સપોર્ટ અને ઈમ્પોર્ટના તથ્યો અને આંકડાઓ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું અને 2 દેશો વચ્ચેના વેપાર અંગે સમજ આપી હતી. કોન્સ્યુલ જનરલે તેમના વક્તવ્યમાં
- સુરતના જ્વેલર્સની કારીગરીને વખાણી
- તેમની અર્થ વ્યવસ્થામાં જ્વેલરીનો મહત્વનો ફાળો હોવાનું સ્વિકાર્યુ
- બેલ્જીયમની બેન્કો દ્વારા અપાતા ધીરાણની નીતિની સમીક્ષા કરી
- ખાસ કરીને નવા ઉદ્યોગકારોને પડતી મુશ્કેલી અંગે જણાવ્યું
- બેલ્જીયમ રફ ડાયમંડ મેળવવાનું મહત્વનું હબ છે
- વિશ્વના હીરાના વેપાર માટેનું કેન્દ્ર બેલ્જીયમ હજુ વધુ સુવિધાઓ આપવા તત્પર
- વેપાર નીતિથી બન્ને દેશને ફાયદો થાય એવા પ્રયાસો કરવામાં આવશે
- હીરા ઉદ્યોગકારો માટે માળખાગત સુવિધાઓ વધે એવા પ્રયાસ કરાશે – India News Gujarat
- આપ આ પણ વાંચી શકો છોઃ-Surat Bridge-બે મહિનામાં બ્રિજને પૂર્ણ કરવાની ગણતરી
- આપ આ પણ વાંચી શકો છોઃ-National green Tribunalના અધિકારીઓ સચિન દુર્ઘટનાની તપાસમાં આવ્યા