Congress leader bharatsinh-solanki ની રાજકીય વનવાસની જાહેરાત
વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહી ગયા છે, ત્યારે congress ના કપરા ચઢાણ શરૂ થયા છે. એક તરફ હાર્દિકની વિદાયે કોંગ્રેસને મોટો ધક્કો આપ્યો છે. પરંતુ ભરતસિંહ સોલંકી (bharatsinh-solanki) ના રાજકીય વનવાસની જાહેરાતે કોંગ્રેસને ચોંકાવી દીધા છે.-India News Gujarat
ત્રીજા લગ્ન પણ કરવા છે, છૂટાછેડાની રાહ જોઉં છું
bharatsinh-solanki એ પત્ની સાથેના વિખવાદને લઈને આજે પત્રકાર પરિષદ કરી છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, મારી પત્ની રેશમાને મારી મિલકતમાં રસ છે. તેણે દોરાધાગા કરાવીને હું ક્યારે મરીશ તેવું પૂછે છે. મારી 30 વર્ષની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે. મારા વિરોધીઓને આવા વિવાદોમાં જ રસ છે. મારે હજી ત્રીજા લગ્ન કરવાના છે.હું મારા છુટા છેડાની રાહ જોઈ રહ્યો છું.આજે મેં વિચાર કર્યો છે કે સક્રિય રાજકારણમાંથી મારે વિરામ લેવો છે.
બે દિવસ પહેલા યુવતી સાથેનો ભરતસિંહ સોલંકીનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો
ભરતસિંહ સોલંકીના પત્નીએ બે દિવસ પહેલા પતિને એક યુવતી સાથે ઝડપી પાડ્યા હતા. વંદના પટેલે પતિની કાળી કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો. વંદના પટેલ જે ઘરમાં પહોંચ્યા, ત્યાં ભરતસિંહ સોલંકી એક યુવતી સાથે હતા. ત્યારે બે દિવસથી ગુજરાતમાં ભરતસિંહ સોલંકીનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો હતો. પરંતુ આ મામલે ખુલાસો કરીને ભરતસિંહ સોલંકીએ સીધી જ રાજકીય સંન્યાસની વાત કરી છે. તેમજ પત્ની સાથે છૂ
છુટાછેડા બાદ નવા લગ્ન જીવનની શરૂઆત કરવા પર સંકેત આપ્યા હતા. -India News Gujarat
ભરતસિંહ સોલંકીનુ લગ્ન જીવન લાંબા સમયથી ચર્ચામાં રહ્યુ હતું. તેમની પત્ની વંદના પટેલના જાહેરમાં અનેક આક્ષેપોને કારણે કોંગ્રેસની છબીને કારણે પક્ષને સીધી રીતે નુકસાન થઈ રહ્યુ હતું. તેથી આખરે તેમણે આજે એક્ટિવ પોલિટિક્સમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી રહ્યાં છે. સક્રિય રાજકારણમાંથી એસસીએ એસટી દલિત માઈનોરિટીને સંલગ્ન કામ કરતા રહેશે તેવુ તેમણે કહ્યું. જોકે, ભરતસિંહ સોલંકીની આ જાહેરાત સૌને ચોંકાવી દીધા છે. સાથે જ તેમણે કહ્યુ કે, મારી હાઈકમાન્ડ સાથે કોઈ વાત થઈ નથી, આ મારો અંગત નિર્ણય છે.
કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ખેંચતાણ વધુ વકરી શકે
ભરતસિંહ રાજકીય સંન્યાયની જાહેરાતથી કોંગ્રેસને મોટો ફટકો પડશે. એક સમયે ભરતસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના સર્વેસર્વા ગણાતા હતા. તેમજ હાઈકમાન્ડ માટે નજીકના નેતા હતા. ભરતસિંહનો રાજકીય બ્રેક કેટલો રહેશે તે ખબર નથી, પણ અચાનક જાહેરાતથી કોંગ્રેસમા હડકંપ મચી ગયો છે. તેમના આ નિર્ણયથી કોંગ્રેસને નુકસાન જઈ શકે છે. વિધાનસભાની ચૂંટણી પહેલા 6 મહિનાનો સમય બાકી છે. પરંતુ નાવડી અધવચ્ચે છોડીને તેઓ બહાર નીકળી છે. માસ નેતા તરીકે તેમની ગણના હતી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પ્રભુત્વ ધરાવતા હતા. ઓબીસી મતદારોમાં મોટો પ્રભાવ ધરાવે છે. ભારતસિંહ સોલંકી મોટુ ફેક્ટર હતા. તેથી કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ખેંચતાણ વધુ વકરી શકે છે.