Completion Of Shivratri Mela : સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર ખાતે યોજાયો પૂર્ણાહુતિ કાર્યક્રમ યથાશક્તિ દાન દક્ષિણા સાથે અહીંયાથી વિદાયમાંન અપાયું.
પરંપરા મુજ સતાધાર ખાતે મહાશિવરાત્રિ ની પૂર્ણાહુતિ
જુનાગઢ મહાશિવરાત્રીના મેળાની પરંપરાગત પૂર્ણાહુતિ સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર ખાતે થતી હોવાની પરંપરા મુજ સતાધાર ખાતે મહાશિવરાત્રિ ની પૂર્ણાહુતિ કરાય હતી.
બાપુએ સંતોને વિનંતી કરી કે ક્યારેક અમારા સતાધારને પણ પાવન કરો
જુનાગઢ ભવનાથ ખાતે વર્ષોથી જે મહાશિવરાત્રીનો મેળો યોજાય છે અને તેની પૂર્ણાહુતિ છે એ મહાશિવરાત્રીને મધ્યરાત્રીએ છે દિગંબર સાધુઓની રવાડી તેમજ ભવનાથ મંદિર ખાતે આવેલ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે થતી હોય છે પરંતુ આ મેળામાં આવેલ સાધુ-સંતોની શિવરાત્રીના મેળાની પૂર્ણહૂતિ પરંપરાગત રીતે સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર ખાતે થતી હોવાનો એક ઉજળો ઇતિહાસ રહેલ છે.. આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં સતાધારની જગ્યાના મહંત વિજય બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આમ તો આ પરંપરા આપાગીગાની સ્થાપનાથી ચાલી આવે છે પરંતુ તેમના ગુરુ એવા શામજીબાપુ દ્વારા ઇસવીસન 1979- 80 માં જ્યારે કુંભમેળાની અંદર ત્રણ દિવસ સુધી સંતોને ભંડારો આપ્યા બાદ તેના સંતો દ્વારા કુંભમેળાના દેવી-દેવતા ઓની સાથે પાલખીમાં સ્થાન આપવામાં આવ્યું ત્યારે સમજી બાપુએ સંતોને વિનંતી કરી કે ક્યારેક અમારા સતાધારને પણ પાવન કરો ત્યારથી આ પરંપરા ચાલી આવે છે.
Completion Of Shivratri Mela : દાન દક્ષિણા સાથે અહીંયાથી વિદાયમાંન આપવામાં આવે
આ પરંપરા અંતર્ગત મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ કરી દરેક સાધુ સંતો સતાધાર ખાતે પહોંચે છે જ્યાં તેમને બે દિવસ સુધી સ્વાદિષ્ટ રસોઈ ભોજનના રૂપિયા આપવામાં આવે છે અને ત્યારબાદ તેમને યથાશક્તિ દાન દક્ષિણા સાથે અહીંયાથી વિદાયમાંન આપવામાં આવે છે. એજ રીતે આ વર્ષે પણ પરંપરા અનુશાર તામાં આયોજન કરવામાં આવ્યું હતું અને વિધિવત રીતે સંતો મહંતોને વિદાઇ આપીને મહાશિવરાત્રિના મેળાની પૂરના હુતી કારવમાં આવી હતી..
તમે આ પણ વાંચી સકો છો :
Congress Declared Candidate for Daman-Diu – પ્રદેશ પ્રમુખ કેતન પટેલ ભાજપ સામે મેદાનમાં
તમે આ પણ વાંચી સકો છો :
Education Committee: શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં 25 કરોડના વિવિધ કામોને મંજૂરી