HomeGujaratCommittee Formed In Stone Quarry Matter : સ્ટોન ક્વોરી ઓ બંધ કરાવવા...

Committee Formed In Stone Quarry Matter : સ્ટોન ક્વોરી ઓ બંધ કરાવવા મામલે આજે માંડવી ખાતે મહત્વની બેઠક, તંત્ર દ્વારા ચાર વ્યક્તિઓ નો સમાવેશ કરીને તપાસ કમિટીની રચના – India News Gujarat

Date:

Committee Formed In Stone Quarry Matter : સુરત જિલ્લાના માંડવી તાલુકા માં ચાલતી સ્ટોન ક્વોરી ઓ બંધ કરાવવા મામલે આજે માંડવી ખાતે મહત્વની બેઠક મળી હતી.

4 સભ્યોની તપાસ કમિટી બનાવાય

ક્વોરીઓ બંધ કરાવવા બાબતે ચાલી રહેલ ગ્રામજનોની લડતને પગલે તંત્ર દ્વારા ચાર વ્યક્તિઓ નો સમાવેશ કરીને તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં રાજ્યમંત્રી કુવરજી હળપતિ, સ્થાનિક પ્રાંત અધિકારી , પોલીસ વિભાગ અને ડી એલ આર વિભાગના અધિકારીઓ મળી 4 સભ્યોની તપાસ કમિટી બનાવાય છે.

ગ્રામજનોએ આ સ્ટોન ક્વોરી બંધ કરાવવા માટે લડત ઉપાડી

સુરત જિલ્લા ના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકા ના અરેઠ ગામે પથ્થરો તોડવાની સ્ટોન ક્વોરી ઓ આવેલી છે. આ પથ્થરો તોડવા માટે થતા પ્લાસ્તિક ને લઈને ગામના ઘરો તેમજ ખેતીવાડી સહિત નુકસાન થતા ગ્રામજનોએ આ સ્ટોન ક્વોરી બંધ કરાવવા માટે લડત ઉપાડી છે. ગત દિવસો માં ગ્રામજનો એ આપેલ બંધના એલાન બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે. અને આજે માંડવી મામલતદાર કચેરી ખાતે ગ્રામજનો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ ની બેઠક મળી હતી. આ બેઠક સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકાર ના મંત્રી ની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં ગ્રામજનોની તમામ માંગો ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

Committee Formed In Stone Quarry Matter : અરેઠ ગામે પાંચ થી વધુ સ્ટોન ક્વોરીઓ આવેલી છે

માંડવી તાલુકાના અરેઠ ગામે પાંચ થી વધુ સ્ટોન ક્વોરીઓ આવેલી છે. જે બાબતે ગ્રામજનો લડત ઉપાડી છે. રાજ્યમંત્રી ની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં ગ્રામજનોની માંગ ના અનુસંધાનમાં સમગ્ર મામલે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ તપાસ સમિતિ માં રાજ્યમંત્રી કુવરજી હળપતિ, સ્થાનિક પ્રાંત અધિકારી, પોલીસ વિભાગના એક અધિકારી તેમજ ડી એલ આર વિભાગના પણ એક અધિકારી મળી ચાર સભ્યોની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.

સ્ટોન ક્વોરીઓ ચલાવવા માટે જવાબદાર ભૂસ્તર વિભાગ નો અભિપ્રાય પણ ખૂબ જરૂરી

સ્ટોન ક્વોરી બાબતે તપાસ કમિટીની રચના તો કરાય પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી સ્થાનિક વહીવટી તંત્ર. અને સ્થાનિક નેતાઓના મેળાપીપળામાં આ સ્ટોન ક્વોરીઓ બેરોકટોક પણે ચાલી રહી છે. પરંતુ હવે જ્યારે ગામજનો મરણિયા બન્યા છે. ત્યારે મોડા મોડા જાગેલું વહીવટી તંત્ર એ તપાસ કમિટીનું તરકટ રચ્યું છે. પરંતુ આ સ્ટોન ક્વોરીઓ ચલાવવા માટે જવાબદાર ભૂસ્તર વિભાગ નો અભિપ્રાય પણ ખૂબ જરૂરી થઈ પડે છે. પરંતુ તપાસ કમિટીમાં ભૂસ્તર વિભાગના કોઈ અધિકારીને લેવામાં આવ્યા નથી. જે પણ એક ચર્ચા નો વિષય છે.

તમે આ પણ વાંચી શકો છો:

New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે

તમે આ પણ વાંચી શકો છો:

Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી

SHARE

Related stories

Latest stories