Committed Suicide After Not Gettting Married : પિતાએ સામા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી સોનું આપવાને લઈ સસરાપક્ષે કાર્યો હતો ઝઘડો.
ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોડી ગામની યુવતીએ લગ્ન નક્કી થયા બાદ રદ થતા આત્મહત્યા કરી લીધી હતી. આ યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કાર્યો હતો અને એક સ્યૂસાઈડ નોટ પણ લખી હતી.
Committed Suicide After Not Gettting Married : આપઘાત કરતા પૂર્વે લખેલ સ્યુસાઈટ નોટ પણ મળી આવેલ છે
જુનાગઢ જિલ્લાના કેશોદ નજીક આવેલ ટીટોળી ગામની યુવતીના લગ્ન નક્કી થયા બાદ સાસરાપક્ષના સભ્યો દ્વારા લગ્નમાં પાંચ તોલા સોનું આપવાની વાત થઈ હોવાનું જણાવી મૃતક યુવતીના થનાર પતિ તેમજ સસરાપક્ષ વાળા સોનું ન આપી બોલીને ફરી ગયા હોય ત્યાર બાદ સસરાપક્ષ દ્વારા ઝઘડો શરૂ કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી યુવતી માનસિક રીતે પડી ભાંગી અને તેમના દ્વારા ઝેરી દવા પી આપઘાત કરતા તેમનું મૃત્યુ થવા પામ્યું હતું. આ યુવતીએ આપઘાત કરતા પૂર્વે લખેલ સ્યુસાઈટ નોટ પણ મળી આવેલ છે. જેમાં યુવતીએ તેના માતા પિતાનો કોઈ જ વાંક ન હોવાનું જણાવ્યું હતું. હાલ આ યુવતીના મૃત્યુને પગલે પરિવારમાં ગમગીની વ્યાપી જવા પામી છે. યુવતીના પિતા દ્વારા કેશોદ પોલીસ મથકમાં સામા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ બનાવ અંગે કેશોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તમે આ પણ વાંચી સકો છો :
Umesh Patel: અપક્ષ ઉમેદવારી કરી રહેલા ઉમેદવારનો અનોખો પ્રચાર
તમે આ પણ વાંચી સકો છો :