HomeGujaratCollege Fire: આણંદની ફિજીયોથેરાપી કોલેજમાં લાગી આગ, કુલ 20 લોકોનો બચાવ -...

College Fire: આણંદની ફિજીયોથેરાપી કોલેજમાં લાગી આગ, કુલ 20 લોકોનો બચાવ – INDIA NEWS GUJARAT

Date:

College Fire: રાજ્યમાં વધુ વાર રાજ્ય સરકાર ની ઘોર બેદરકારી સામે આવી છે. આણંદ શહેરમાં આજે સવારે બી જી પટેલ ફિજીયોથેરાપી કોલેજમાં ઓડોટોરીયમમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. જોકે હાલમાં સમગ્ર સ્થિતિ કાબુમાં મેળવી લેવામાં આવી છે.

College Fire: ફાયરબ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી

રાજ્ય સરકાર દાવા કરતી જોવા મળે છે કે, શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ ની સુરક્ષાને લઈ વિવિધ નિયમ-કાનૂન અને ટીમો તૈયાર કરવામાં આવી છે. ત્યારે આનંદ શહેરમાં ફરી એક વખત એમની બેદરકારી જોવા મળી છે. આનંદ શહેરના પોસ્ટઓફિસ રોડ પર આવેલી બી જી પટેલ ફિજીયોથેરાપી કોલેજમાં ઓડોટોરીયમમાં આગ ફાટી નીકળી હતી. ફિજીયોથેરાપી કોલેજમાં આગ લાગતા બીજા માળે ફિજીયોથેરાપીની સારવાર માટે આવેલા 12 થી વધુ દર્દીઓ અને વિદ્યાર્થીઓ સહિત 20 થી વધુ લોકો ધુમાડાનાં કારણે બહાર નીકળી નહિ શકતા ફસાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સૌપ્રથમ રેસ્ક્યુ કરી લાસ્કરોએ ધુમાડાના કારણે બીજા માળે ફસાયેલા દર્દીઓ અને વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા. કોલેજના બીજા માળે આવેલા ઓડીટોરીયમમાં એક સાથે આગના ગોટા નીકળવા લાગ્યા હતા. તેના કારણે કોલેજમાં ભારે અફરા-તફરી મચી પડી હતી. આગના કારણે ઓડોટોરીયમમાં પાંચ એસી. એમ્પ્લીફાયર,100 થી વધુ ખુરસીઓ,50 થી વધુ વીજ બલ્બ, 14 થી વધુ પંખા અને. બે પ્રોજકટર. સ્ક્રીન ,બે કોડિયમ અને ફર્નિચર આગમાં બળીને ખાખ થઈ જતા ભારે નુકસાન થયું હતું.

તમે આ પણ વાંચી સકો છે :

Young Man’s Comittment To Charity : દાનવીર કર્ણની ભૂમિ સુરતમાં વધુ એક વિરલ ઘટના, સામાન્ય નોકરી કરતાં યુવાનનો શિક્ષા દાનનો સંકલ્પ

તમે આ પણ વાંચી સકો છે :

NDPS Case: સંજીવ ભટ્ટે 1996માં બનાસકાંઠાના વકીલ વિરુદ્ધ કર્યો હતો ડ્રગ્સનો ખોટો કેસ

SHARE

Related stories

CHILD OBESITY : આ રીતે બાળકોના આહાર પર નિયંત્રણ રાખો

INDIA NEWS GUJARAT : નાની ઉંમરે બાળકોમાં સ્થૂળતાની સમસ્યા...

SWEET TOOTH : જાણો ગડ્યું ક્યારે ખાવું અને ક્યારે ન ખાવું

INDIA NEWS GUJARAT : મીઠો ખોરાક દરેકને પસંદ હોય...

STRESS CAUSE PAIN : તણાવ બની શકે છે તમારી ગરદનના દુખાવાનું કારણ

INDIA NEWS GUJARAT : આધુનિક જીવનશૈલીમાં ગરદનનો દુખાવો એક...

Latest stories