Coal Dumpers Pollution : કાર્તિક આવાસમાં રેહતા રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા પ્રદૂષણના કારણે લોકો ફેફસા અને ગાળાની બીમારીનો શિકાર.
ઔદ્યોગિક ઉપયોગમાં લેવાતા કોલસાના ગોડાઉનથી આ સમસ્યા ઊભી થઈ
સુરતના ભેસ્તાન ખાતે આવેલ કાર્તિક આવાસ સહિતના રહેણાંક વિસ્તારના લોકો હાલ સ્વાસ્થ સંબંધિત ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.. અહિયાં આવેલા ઔદ્યોગિક ઉપયોગમાં લેવાતા કોલસાના ગોડાઉનથી આ સમસ્યા ઊભી થઈ હોવાનો આરોપ સ્થાનિક લોકો દ્વારા લગાવાયો છે.. ત્યારે કોલસો ઠાલવવા આવતા ટ્રકો ટ્રાફિક નિયમો પણ તોડી રહ્યા હોય તેમ છતાં પોલીસ વિભાગ પણ મૌન ધારણ કરી કેમ બેસી રહ્યું છે એ એક સવાલ ઊભો થાય છે..
GPCB દ્વારા પોલ્યુશન ફેલાવતા એકમો પર કડક કાર્યવાહી
સુરતના ભેસ્તાન ખાતે આવેલા ખુલ્લા પ્લોટમાં આ ટ્રકો દ્વારા હજીરાથી લાવીને કોલસો ઠાલવવામાં આવી રહ્યો છે.. આ કોલસો અહિયાં ઠાલવવાથી એની રજકણો આસપાસના વિસ્તારમાં ઉડીને જાય છે જેનાથી લોકો સ્વાસ્થ સંબંધિત ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે,, સુરત ખાતે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની હેડ ઓફિસ આવી હોય અને જ્યારે GPCB દ્વારા પોલ્યુશન ફેલાવતા એકમો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરત ખાતે આવેલ વડોદ ભેસ્તાન ખાતે ખુલ્લા પ્લોટમાં કોલસા ગોડાઉન છેલ્લા એક બે વર્ષથી ચાલી રહ્યું હોય અને સ્થાનિકો દ્વારા અનેક ફરિયાદો સુરત મનપા અને અન્ય વિભાગોને કરવામાં આવી હોવા છતાં કેમ કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી તે આશ્ચર્ય પામવા જેવુ છે.. ભેસ્તાન ખાતે વડોદ ગામ નજીક ખુલ્લા પ્લોટમાં કોલસા હજીરા ખાતેથી લાવી મોટી માત્રમાં ઠાલવવામાં આવે છે અને પાંડેસરા ખાતે મિલોમાં લઈ જવાય છે.
Coal Dumpers Pollution : ગળાની બીમારીથી ત્રાહીમામ પોકારી ઊઠયા
કાર્તિક આવાસના રહીશો જ્યારે આ ગોડાઉન માલિકો વિરૂદ્ધ ફરિયાદ કરવા જાય ત્યારે તેમના વિરૂદ્ધ જ કોલસા તથા અન્ય વસ્તુઓની ચોરીની ફરિયાદો લઈ તેમને શાંત પાડી દેવામાં આવે છે.. આ કોલસાના ગોડાઉનોથી આવાસ ખાતે આવેલ આંગણવાડીમાં ભણતા બાળકો પણ રોગચાળાના ભોગ બની રહ્યા છે.. અને સ્થાનિકોને પણ ફેફસાં અને ગળાની બીમારીથી ત્રાહીમામ પોકારી ઊઠયા છે જ્યારે તમામ સ્થાનિકો દ્વારા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમ મારફતે આવા ગોડાઉન માલિકો વિરદ્ધ કડક કાર્યવાહી થાય અને ગોડાઉન તત્કાલ બંધ કરવા રજુવાત કરવામાં આવી હતી સમગ્ર એહવાલ બાદ GPCB તત્કાલ કોઈ કાર્યવાહી કરે તે પર સૌ કોઈ મીટમાંડી બેઠા છે…
તમે આ પણ વાંચી સકો છે :
તમે આ પણ વાંચી સકો છે :
NDPS Case: સંજીવ ભટ્ટે 1996માં બનાસકાંઠાના વકીલ વિરુદ્ધ કર્યો હતો ડ્રગ્સનો ખોટો કેસ