HomeAutomobilesCNG Car :સેકન્ડ હેન્ડ CNG કાર લેવાનું વિચારી રહ્યા છો ? -India News...

CNG Car :સેકન્ડ હેન્ડ CNG કાર લેવાનું વિચારી રહ્યા છો ? -India News Gujarat

Date:

CNG Car: તમે સેકન્ડ હેન્ડ CNG કાર લેવાનું વિચારી રહ્યા છો ? -India News Gujarat

  • CNG Car : પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા નવી અને સેકન્ડ હેન્ડ CNG કારની માંગમાં જોરદાર વધારો થયો છે.
  • વપરાયેલી CNG કારનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું
    • CNG કાર હોય તો રાખો આ ખાસ ધ્યાન
    • કંપની ફિટેડ સીએનજી કાર લેવાનો આગ્રહ રાખો
    • અલગથી  CNG કાર કરાવો તો ગુણવત્તા અવશ્ય જોવી 
  • પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. પરિણામે લોકો હવે સીએનજી તરફ વળ્યા છે.

  • છેલ્લા ઘણા દિવસોથી સીએનજી કારની ડિમાંડમાં વધારો થયો છે.

  • નવી ગાડી ખરીદનારા લોકો પણ સીએનજી કાર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. જે લોકોની કારમાં સીએનજી નથી તેવા લોકો પણ અલગથી સીએનજી કિટ ફીટ કરાવી રહ્યા છે. ક્યારે જો તમે પણ આવુ કર્યુ હોય તો ખાસ ધ્યાન રાખશો. કારણ કે સીએનજી કીટ અલગથી તમે ફીટ કરાવવી હાનિકારક છે.

ફેક્ટરી ફીટેડ CNG કાર ખરીદવી જ હિતાવહ

  • જકાલ સેકન્ડ હેન્ડ CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ કે પછી સેકન્ડ હેન્ડ સીએનજી કાર ખરીદવાનું વિચારતા હોવ તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરુરી છે.
  • પહેલુ કે તમારે કંપનીએ ફીટ કરેલી સીએનજી કાર ખરીદવી જોઇએ. કારણ કે આ કીટ એન્જિન સાથે સારી રીતે ટ્યૂન કરે છે જેથી એન્જિન સારુ રહે છે. અને કાર સારી માઇલેજ આપે છે.

સમયાંતરે CNG કિટ ચેક કરતા રહો

  • જો તમે સેકન્ડ હેન્ડ સીએનજી કાર ખરીદી છે અથવા તમે પહેલાથી જ વપરાયેલી સીએનજી કારનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારે સમયાંતરે સીએનજી કીટ તપાસતા રહેવું જોઈએ.
  • આમ કરવું એટલા માટે જરુરી છે કે ક્યાંયથી ગેસ લીક હોય કે પછી સિલિન્ડરની ગુણવત્તા સાથે ચેડા કરવામાં ન આવ્યા હોય.

આગ લાગવાની છે શક્યતા

  • તમને ખ્યાલ જ હશે આપણે કારમાં સીએનજી નંખાવીએ તો સીએનજી પંપ વાળા આપણને કારમાંથી બહાર ઉતરી જવાનું કહે છે.
  • કારણ કે એવા ઘણા બનાવો બન્યા છે કે ગેસ  રિફ્યુઅલિંગ સમયે આગના બનાવો બને છે.
  • છેલ્લા કેટલાક વર્ષોમાં કારની સીએનજી કિટમાં બ્લાસ્ટ થવાના ઘણા અહેવાલો સામે આવ્યા છે.

સિલિન્ડર ભરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

  • CNG કારમાં ગેસ ભરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
  • જ્યારે પણ તમે સીએનજી સ્ટેશન પર ગેસ ભરવા જાવ ત્યારે કારમાંથી બહાર નીકળીને થોડા દૂર જતા રહો.
  • ગેસ ભરાઇ રહ્યો હોય ત્યારે કારમાં બિલકુલ બેસો નહી. આ સિવાય જ્યારે પણ તમને તક મળે ત્યારે સીએનજી સિલિન્ડરને ચેક કરાવો. તેમાં કોઈ લીકેજ છે કે નહીં તેની ખાસ ચકાસણી કરો.
  •  આ બધાની સાથે, એક વધુ મહત્વની બાબત એ છે કે તમે જ્યારે બહારથી સીએનજી  કીટ ફીટ કરાવી હોય તો સીએનજી કીટની ગુણવત્તાને ખાસ ધ્યાનમાં લેવી.

તમે આ વાંચી શકો છો-

E scooter : કોર્પોરેશન દ્વારા ઇ-ચાર્જિંગ સ્ટેશન વધાર્યા બાદ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા હજી વધવાનું અનુમાન

તમે આ વાંચી શકો છો-

gujarat gas price hike for cng-png

SHARE

Related stories

Latest stories