HomeGujaratCNGની અછતથી કાનપુરના 12 ફિલિંગ સ્ટેશન બંધ કારણ રશિયા યુક્રેન યુધ્ધ-India News...

CNGની અછતથી કાનપુરના 12 ફિલિંગ સ્ટેશન બંધ કારણ રશિયા યુક્રેન યુધ્ધ-India News Gujarat

Date:

Central UP Gas Limitedના ઇનચાર્જે કહ્યું સપ્લાય ઘટી છે-India News Gujarat

આખરે હવે રશિયા યુક્રેન વચ્ચેના યુધ્ધની અસર ભારતમાં પણ થવા લાગી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને CNGની અછતનો પ્રશ્ન ઉભો થયો છે અને કાનપુર જેવા શહેરમાં CNGની અછત ઉભી થવાને કારણે કેટલાક CNG ફિલિંગ સ્ટેશનો બંધ થઇ ગયાનું સૂત્રો જણાવી રહ્યા છે. ખાસ કરીને કાનપુરમાં CNGની સપ્લાઈ ગુજરાતથી થાય છે. એવુ પણ માનવામાં આવે છે કે ગુજરાતમાં પણ CNG કંપનીઓમાં ગેસની અછત જોવા મળી રહી છે. કાનપુરમાં CNGના 32 ફિલિંગ સ્ટેશન છે જેમાંથી 12 CNG ફિલિંગ સ્ટેશનમાં સપ્લાઈ ચેન બંધ થવાથી CNG સપ્લાયની ચેઇનને અસર થઇ છે.  Central UP Gas Limited (CUGL) કાનપુરના ઇનચાર્જ એ એવુ કહ્યું હતું કે,  ઉપરથી સપ્લાઇ ન  હોવાના કારણે પરેશાની આવી રહી છે કેમ કે તેની સપ્લાઈ રશિયાની કંપનીઓ પાસેથી થાય છે. અમે બધા CNG ફિલિંગ સ્ટેશનને સપ્લાઈ આપી શકતા નથી. જેના કારણે હાલ આ સમસ્યા ઉભી થઇ છે. -India News Gujarat

કાનપુરમાં દર રોજ 2.50 લાખ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર CNGનો વપરાશ થાય છે-India News Gujarat

Central UP Gas Limitedના એક ડિરેક્ટર કહેવું છે કે કાનપુરમાં ઘણી ઇન્ડસ્ટ્રીઝને પણ અમે CNG સપ્લાઈ આપીએ છીએ. અમે ઇન્ડસ્ટ્રીવાળાઓ સાથે વાત કરી રહ્યા છે. તેમનામાં કેટલોક ઘટાડો કરીને CNG ફિલિંગ સ્ટેશનોને સપ્લાઈ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો CNG ન હોવાના કારણે બંધ CNG સ્ટેશન મેનેજરનું કહેવું છે કે અમારે ત્યાં શનિવારથી CNG પંપ બંધ છે કેમ કે સપ્લાઈ આવી રહી નથી. કાનપુર શહેરમાં રોજ લગભગ 2.5 લાખ સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટર CNGનો વપરાશ ફિલિંગ સ્ટેશન, ઉદ્યોગ અને ઘરોમાં થાય છે. CNG સ્ટેશન મેનેજરનું કહેવું છે કે અમારે ત્યાં શનિવારથી CNG પંપ બંધ છે કેમ કે સપ્લાઈ આવી રહી નથી. કાનપુર શહેરમાં રોજ લગભગ 2.5 લાખ સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટર CNGનો વપરાશ ફિલિંગ સ્ટેશન, ઉદ્યોગ અને ઘરોમાં થાય છે.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-જાણો, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે કયા દેશોમાં ખાદ્ય સંકટ વધુ ઘેરી બની શકે છે?

આપ આ પણ વાંચી શકો છોઃ-Russia-Ukraine War-રશિયન સૈનિકો માર્યા દાવો

 

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories