HomeGujaratરૂપાણી સરકારે 14 હજાર કરોડના પેકેજની કરી જાહેરાત, જાણો કોને કેટલો લાભ...

રૂપાણી સરકારે 14 હજાર કરોડના પેકેજની કરી જાહેરાત, જાણો કોને કેટલો લાભ થશે

Date:

કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે નબળા પડેલા અર્થતંત્રની ગતિ ફરી તેજ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 14 હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. તો કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ નાણાં સચિવ ડો. હસમુખ અઢિયાના અધ્યક્ષ પદે રૂપાણી સરકારે રચેલી કમિટીની ભલામણોના આધારે પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડો. હસમુખ અઢિયાની કમિટીએ ત્રણ દિવસ પહેલા સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. ત્યારે રિપોર્ટના અભ્યાસ બાદ સરકારે પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાં 2300 કરોડની વીજ બિલ, વાહન કર અને પ્રોપર્ટી ટેક્સમાં રાહતની જોગવાઈઓ આપવામાં આવી છે. જો કે માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર વીજ ગ્રાહકોનું 100 યુનિટનું વીજળી બીલ એક વખત માફ કરવામાં આવશે..

તો નાના વેપારીઓ માટે વીજકર 20 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યું છે. ઉપરાંત નાની દુકાનો  જેવી કે કરીયાણા, કાપડ, રેડીમેઈડ કાપડ, મેડિકલ સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, ગેરેજ અને મોલમાં આવેલી દુકાનો માટે લાગતો ત્રણ મહિનાનો વીજકર 20 ટકાથી 15 ટકા કરાશે.. આ સાથેજ ખાનગી વાહનોને રોડ ટેક્સમાંથી 6 મહિનાની મુક્તિ અપાઈ છે.. સાથેજ શ્રમિકોને મકાન બનાવવા સરકાર સહાય આપશે, 92 લાખ વીજ ગ્રાહકોને વીજબિલ માફીનો લાભ મળશે.. સાથેજ જુલાઈ સુધી GST રિફંડ કરી શકાશે. તો આત્મનિર્ભર ગુજરાત રાહત પેકેજ હેઠળ એક લાખ સુધીના લોન મળશે.

 

 

પશુપાલકોને ગાયદીઠ 900 રૂપરિયા ચુકવવામાં આવશે. સાથેજ 20 કરોડના ખર્ચે ધનવંતરી રથો વધારવામાં આવશે. રાજ્ય સરકારે એસટી નિગમને 120 કરોડ ફાળવ્યા છે. ખેતરોમાં ગોડાઉન બનાવવા 350 કરોડની ફાળવળી કરવામાં આવી છે. સાથેજ GIDCને ધમધમતી કરવા સરકાર પ્રયાસ કરી રહી છે.

SHARE

Related stories

Latest stories