HomeGujaratનાણાંમંત્રી કનુ દેસાઈએ 2024-25ના વર્ષના રજૂ કરેલા બજેટને CM ભૂપેન્દ્ર પટેલ આવકાર્યું

નાણાંમંત્રી કનુ દેસાઈએ 2024-25ના વર્ષના રજૂ કરેલા બજેટને CM ભૂપેન્દ્ર પટેલ આવકાર્યું

Date:

આ બજેટમાં ગુજરાતને 5-જી બનાવવાનું પ્રતિબિંબ ઝીલાયું છે.

5-જી એટલે ગરવું ગુજરાત-ગુણવંતુ ગુજરાત-ગ્રીન ગુજરાત-ગ્લોબલ ગુજરાત-ગતિશીલ ગુજરાત

નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, નમોશ્રી યોજના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વર્ષ 2024-25ના બજેટને સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા વિકસિત ભારત@2047ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરનારું બજેટ ગણાવ્યું છે.નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વિધાન સભાગૃહમાં રજૂ કરેલા રાજ્યના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ સાથે ખાસ કરીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વિશેષ પ્રાધાન્ય આપીને તેમના વિકાસને પ્રોત્સાહિત કરતું આ બજેટ છે.તેમણે ઉમેર્યું હતું કે ગયા વર્ષે ઐતિહાસિક રૂપિયા 3 લાખ કરોડનું વિકાસલક્ષી બજેટ આપ્યું હતું. આ વર્ષે ફરી એકવાર તેમાં 10 ટકાનો વધારો કરીને 3 લાખ 32 હજાર કરોડની માતબર જોગવાઈઓ વાળું બજેટ જનતા જનાર્દનની સેવામાં અમે લાવ્યા છીએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે પ્રુડન્ટ ફાયનાન્સિયલ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, તેની સરાહના કરતા ઉમેર્યું કે ગુજરાતનું જાહેર દેવું અત્યાર સુધીના વર્ષોમાં સૌથી ઓછું થયું છે.2022-23ના હિસાબ ફાઈનલ થયા છે, તે મુજબ રાજ્યનું કુલ દેવું જી.એસ.ડી.પી.ના 15.17 ટકા છે. પાછલાં દસ વર્ષનું આ સૌથી ઓછું દેવું છે અને દેશનાં સૌથી ઓછું દેણું ધરાવતાં ત્રણ મોટાં રાજ્યોમાં ગુજરાતે સ્થાન મેળવ્યું છે.ગુજરાતના ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી અને બજેટ મેનેજમેન્ટ એક્ટ મુજબ વિધાનસભાએ રાજ્ય સરકારને જી.એસ.ડી.પી.ના 27 ટકા સુધી દેવું વધારવા માટે છૂટ આપેલી છે. આમ છતાં ગુજરાત સરકારે માત્ર 15.17 ટકાનો જ ઉપયોગ કર્યો છે.દેશના 21 રાજ્યોમાં આ આંકડો 27 ટકાથી વધારે છે, ત્યારે ગુજરાતે નાણાંકીય શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, તેનું તેમણે ગૌરવ કર્યું હતું.

5-જી ગુજરાતમાં આપણી ભાવિ પેઢી પોષણક્ષમ હોય, સ્વસ્થ હોય તેમાંય માતાઓ અને બાળકોના સંગીન સ્વાસ્થ્યને અગ્રતા આપતાં “સુપોષિત ગુજરાત મિશન” જાહેર કર્યું છે, તેને તેમણે આવકાર્યું હતું.સ્વસ્થ, સમૃદ્ધ અને વિકસિત ગુજરાત@2047માં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. આપણે આવી દીકરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણ, ત્રણેયને પ્રોત્સાહિત કરવાનો હોલિસ્ટિક એપ્રોચ અપનાવ્યો છે.આ માટે ત્રણ નવી યોજનાઓ, “નમો લક્ષ્મી યોજના”, “નમો સરસ્વતી યોજના” અને “નમોશ્રી યોજના” જાહેર કરી છે, તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાનો સંદેશ ઘેર-ઘેર ગૂંજતો કરીને સ્વચ્છતા માટેના જનઆંદોલનથી સ્વચ્છ ભારતની જ પ્રતિબદ્ધતા દર્શાવી છે, તેને ગુજરાતમાં વેગ આપવા “નિર્મળ ગુજરાત 2.0 અભિયાન” માટે આ વર્ષના બજેટમાં પણ બે ગણો વધારો કર્યો છે અને રૂપિયા 2500 કરોડનું પ્રાવધાન કર્યું છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

SHARE

Related stories

MANGO JELLY RECIPE : ઘરે બનાવો સ્વાદિષ્ટ કાચી કેરીની જેલી

INDIA NEWS GUJARAT : જો તમે પણ તમારા બાળકોને...

METHI KHICHADI RECIPE : સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથીની ખીચડી જે ગમશે બધાને

INDIA NEWS GUJARAT : ખીચડીનું નામ સાંભળતા જ બાળકોથી...

Latest stories