Closing Bell : Sensex 867 પોઈન્ટના ઘટાડા સાથે બંધ-India News Gujarat
- Closing Bell: Sensex શેરોમાં બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વ, નેસ્લે, વિપ્રો, એચડીએફસી, ઇન્ફોસિસ, એચડીએફસી બેન્ક અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં આજે ઘટાડો જોવા મળ્યો.
- બીજી તરફ, ટેક મહિન્દ્રા, પાવરગ્રીડ, આઈટીસી, એસબીઆઈ અને એનટીપીસીએ તેજી નોંધાવી હતી.
- Share Market Updates: વિદેશી બજારોમાં વેચવાલી વચ્ચે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું.
- આજના કારોબારમાં (Stock Market Today) સેન્સેક્સ અને નિફ્ટી (Sensex and Nifty) 1.5 ટકાથી વધુ તૂટ્યા છે.
- શેરબજારમાં આજે ઘટાડો વિદેશી બજારોમાં વેચવાલી, વિદેશી ફંડો દ્વારા બજારોમાંથી નાણાં પાછા ખેંચવા અને ક્રૂડ ઓઈલના (Crude oil Price) ભાવમાં વધારાને કારણે નોંધાયો છે.
- શેરબજારમાં આજે બીએસઈના 30 શેરો વાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 866.65 પોઈન્ટ અથવા 1.56 ટકાના ઘટાડા સાથે 54,835.58 ના સ્તર પર બંધ થયો છે.
- દિવસ દરમિયાન, ઇન્ડેક્સ 1,115.48 પોઇન્ટ અથવા 2 ટકા ઘટીને 54,586.75ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. એ જ રીતે, NSE નિફ્ટી 271.40 પોઈન્ટ અથવા 1.63 ટકાના ઘટાડા સાથે 16,411.25 પર બંધ થયો હતો.
રોકાણકારોને ક્યાં નુકસાન થયું અને ક્યાં ફાયદો થયો
- સેન્સેક્સ શેરોમાં બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વ, નેસ્લે, વિપ્રો, એચડીએફસી, ઇન્ફોસિસ, એચડીએફસી બેન્ક અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં આજે ઘટાડો જોવા મળ્યો.
- બીજી તરફ, ટેક મહિન્દ્રા, પાવરગ્રીડ, આઈટીસી, એસબીઆઈ અને એનટીપીસીએ તેજી નોંધાવી હતી.
- આજના કારોબારમાં સૌથી વધુ નુકસાન નાના શેરોમાં જોવા મળ્યું છે.
- બ્રોડ માર્કેટમાં, 4 ઈન્ડેક્સ આજે 2 ટકાથી વધુ તૂટ્યા છે, જેમાંથી 3 સ્મોલકેપ ઈન્ડેક્સ છે.
- સ્મોલકેપ 100 2.53 ટકા તૂટ્યો છે. જ્યારે, સ્મોલકેપ 50માં 2.4 ટકા અને સ્મોલકેપ 250માં 2.27 ટકાનો ઘટાડો થયો છે.
- બ્રોડ માર્કેટમાં 2 ટકાથી વધુ નુક્સાન ઉઠાવનાર ચોથો ઈન્ડેક્સ નિફ્ટી નેક્સ્ટ 50 રહ્યો, જ્યાં 2.11 ટકાની ખોટ નોંધાઈ છે.
- રિઝર્વ બેંકના આંચકા પછી, રિયલ્ટી સેક્ટરમાં નુકસાન આજે પણ ચાલુ રહ્યું અને આજે ઇન્ડેક્સ 3.5 ટકા તુટ્યો છે.
- બીજી તરફ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પ્રાઈવેટ બેંક, મેટલ, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં 2 ટકાથી વધુની ખોટ નોંધાઈ છે.
ગુરુવારે જોવા મળી મામુલી તેજી
- ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે નજીવા વધારા સાથે બંધ થયા હતા.
- સેન્સેક્સ 33.20 પોઈન્ટના વધારા સાથે 55,702 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી લગભગ 5 પોઈન્ટના ઉછાળા સાથે 16,682 પર બંધ થયો હતો.
- સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, મહિન્દ્રા અને ટાટા સ્ટીલ ટોચના ગેનર હતા. સેન્સેક્સ 586 પોઈન્ટ અથવા 1.05%ના વધારા સાથે 56,255 પર ખુલ્યો જ્યારે નિફ્ટી 177 પોઈન્ટના ઉછાળા સાથે 16,854 પર ખુલ્યો હતો.
તમે આ પણ વાંચી શકો છો-
Stock Update:બજારમાં તેજીના કારોબાર વચ્ચે ક્યા શેરે રોકાણકારોને માલામાલ કર્યા?
તમે આ પણ વાંચી શકો છો-