HomeGujaratCity Development Program World Bank: વિશ્વ બેન્ક અમદાવાદ મહાનગરને રૂ. 3 હજા...

City Development Program World Bank: વિશ્વ બેન્ક અમદાવાદ મહાનગરને રૂ. 3 હજા કરોડની લોન આપશે – India News Gujarat

Date:

City Development Program World Bank

ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર: City Development Program World Bank: અમદાવાદ મહાનગરને ગુજરાત રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત વર્લ્ડ બેન્ક દ્વારા અંદાજે ૩ હજાર કરોડ રૂપિયાની લોન આપવાનું સૈદ્ધાંતિક રીતે નિયત કરવામાં આવ્યું છે. દેશના વિકસતા શહેરો માટે વર્લ્ડ બેન્ક દ્વારા આ પ્રોગ્રામ અન્વયે વિવિધ માળખાકીય સુવિધા વિકાસ કામો માટે લોન આપવામાં આવે છે. તદઅનુસાર, ગુજરાતમાં અમદાવાદને પ્રથમ પસંદગી તરીકે વર્લ્ડ બેન્ક દ્વારા આ લોન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. India News Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશ્વ બેન્કના પ્રતિનિધિઓની બેઠક

City Development Program World Bank-1

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આ સંદર્ભમાં વર્લ્ડ બેન્કના પ્રતિનિધિઓ સાથે શહેરી વિકાસ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ઉચ્ચસ્તરિય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.  શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદ મોરડીયા, વર્લ્ડ બેન્કના પ્રતિનિધિ મેસ્કરીન બરહાને, રોલેન્ડ વ્હાઇટ તથા હર્ષ ગોયલ તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા આ બેઠકમાં સહભાગી થયા હતા. India News Gujarat

જૂદા જૂદા પ્રોજેક્ટ્સની રૂપરેખા સાથેનું રજૂ કરાયું પ્રેઝન્ટેશન

City Development Program World Bank: રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અન્વયે સસ્ટેઇનેબલ અને સમયાનુકુલ વિકાસ કામો ભવિષ્યના લાંબાગાળાના આયોજન સાથે હાથ ધરવા સંબંધિત મહાનગરપાલિકાઓને વર્લ્ડ બેન્ક દ્વારા લોન આપવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ અંગે હાથ ધરવામાં આવેલા જુદા જુદા પ્રોજેકટ્સની રૂપરેખા સાથેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરની આગામી 2050ના વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રોજેકટ્સ હાથ ધરવામાં આવેલા છે. વર્લ્ડ બેન્ક દ્વારા રૂ. 3000 કરોડની જે લોન અમદાવાદને ફાળવવામાં આવશે તે અંતર્ગત જે કામો-પ્રોજેકટ્સ હાથ ધરવાના થાય છે. તેમાં હયાત STPની કેપેસિટીમાં વધારો અને ટેક્નોલોજી અપગ્રેડેશન, નવા STPના નિર્માણ, ઇન્ડસ્ટ્રીયલ રિયુઝ માટે ટર્શરી ટ્રિટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ, હયાત મુખ્ય ડ્રેનેજ લાઇનોના રિહેબિલિટેશન અને નવા માઇક્રો ટનલીંગ લાઇનોના કામ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ અને તળાવ ડેવલપમેન્ટ તથા તેની સાચવણી અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનના કામોનો સમાવેશ થાય છે. India News Gujarat

કામો સમયસર પૂર્ણ કરવા મુખ્યમંત્રીએ આપ્યું માર્ગદર્શન

City Development Program World Bank: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કામો ત્વરાએ શરૂ કરી સમયસર પૂર્ણ કરવા માટે બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. વર્લ્ડ બેન્કની ટિમના પ્રતિનિધિઓ ગુજરાતના વિકાસ અને હેરિટેજ સિટી અમદાવાદના અદ્યતન વિકાસથી પ્રભાવિત થયા હતા. વર્લ્ડ બેન્કની આ ટીમ 13 એપ્રિલ સુધી અમદાવાદમાં છે તે દરમ્યાન મહાપાલિકાના આ પ્રોજેકટ્સના અહેવાલો મેળવશે અને ત્યારબાદ તેના આધારે આગામી જુલાઇ-2022 સુધીમાં લોન અંગેની પ્રક્રિયાઓ પૂર્ણ કરી અમદાવાદ મહાપાલિકાને આ લોન અપાશે. India News Gujarat

City Development Program World Bank

આ પણ વાંચોઃ Surat Airport : વિઝીબિલીટી ઘટતા ત્રણ ફલાઇટ ડાયવર્ટ કરી – India News Gujarat

આ પણ વાંચોઃ Maharashtra Government Confirms: ओमिक्रॉन के सब वैरिएंट एक्सई से संक्रमित व्यक्ति स्वस्थ

SHARE

Related stories

Latest stories