HomeGujaratChotu Vasava On Surat Tour : આદિવાસી નેતા છોટુ વસાવા સુરત જીલ્લાના...

Chotu Vasava On Surat Tour : આદિવાસી નેતા છોટુ વસાવા સુરત જીલ્લાના પ્રવાસે, માંડવી ખાતે લગ્ન પ્રસંગમાં છોટુ વસાવાએ આપી હાજરી – India News Gujarat

Date:


Chotu Vasava On Surat Tour : મહેશ વસાવા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ. પુત્ર મહેશ વસાવાના ભાજપ જોડાવાના મામલે બોલ્યા નિવેદન મહેશ ના સમજ. મિસ ગાઈડ કરવામાં આવ્યો હોવાનો દાવો. મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું નાથઈ- છોટુભાઈ. મારો છોકરો બીજેપીમાં જાયતો પણ અમે વિરોધ કરીશું- છોટુભાઈ. BTP નેતાએ નવી પાર્ટી બનાવીને નવું સંગઠન ઊભું કરવાના આપ્યા સંકેત.

મહેશ વસાવાના પિતા છોટુ વસાવાએ મોટું નિવેદન આપ્યું

BTP અધ્યક્ષ મહેશ વસાવા પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે મહેશ વસાવાના ભાજપમાં જોડાવાના એંધાણને લઈ આદિવાસી પીઢ નેતા. અને મહેશ વસાવાના પિતા છોટુ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે. અને કહ્યું છે કે કોઈ પણ બીજેપીમાં જાય અમે વિરોધ કરીશું.

કુલ 195 ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરવામાં આવી

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તોડજોડની રાજનીતિ વધુ સક્રિય થઈ રહી છે. ભાજપ દ્વારા ગુજરાતના 15 સહિત કુલ 195 ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. BTP અધ્યક્ષ મહેશ વસાવા પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે મહેશ વસાવાના ભાજપમાં જોડાવાના એંધાણને લઈ આદિવાસી પીઢ નેતા અને મહેશ વસાવાના પિતા છોટુ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે. અને કહ્યું છે કે કોઈ પણ બીજેપીમાં જાય અમે વિરોધ કરીશું.. આ અંગે તેઓએ કહ્યું કે, ‘મહેશ નાસમજ છે, મિસ ગાઈડ કરવામાં આવ્યો છે’. વધુમાં તેમણે જણાવ્યું કે, ‘BJPમાં મારો છોકરો જાય કે બીજો કોઈ, અમે વિરોધ કરીશું’. ઉલ્લેખનીય છે કે, મુખ્ય પક્ષો દ્વારા સક્ષમ ઉમેદવારો મેદાને ઉતારતા ખરાખરીનો જંગ થશે એ નક્કી છે. ચૂંટણી મૌસમમાં હાલ થોડા દિવસ અગાઉ જ BTP અધ્યક્ષ મહેશ વસાવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને મળ્યા હતા.

Chotu Vasava On Surat Tour : છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય

જે ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયઈરલ થયા હતા. આગામી દિવસોમાં મહેશ વસાવા હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે, ત્યારે મહેશ વસાવાના કેસરિયા કરવાના એંધાણ વચ્ચે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં આવેલ આદિવાસી સમાજના પીઢ નેતા અને મહેશ વસાવાના પિતા છોટુ વસાવાએ મહેશ વસાવાના ભાજપમાં એન્ટ્રી થવાની શક્યતાઓ વચ્ચે નિવેદન આપ્યું હતું. છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય, અમે RSSના વિરોધી છીએ પછી મારો છોકરો એમાં જાય કે બીજો કોઈ અમે વિરોધ કરીશું. લાલચ હોય, ચાટવાની ટેવ હોય અને સમાજ ગમતો ન હોય એવા લોકો બીજી પાર્ટીમાં જાય. RSS, ભાજપ, કોંગ્રેસ બધાએ ભેગા મળી સમસ્યાઓ ઊભી કરી છે. અમે નવી પાર્ટી બનાવીશું, નવું સંગઠન બનાવીશું.

તમે આ પણ વાચી સકો છો :

Oranges Benefits: નારંગી પોષકતત્વોનો ખજાનો છે,જબરદસ્ત થશે ફાયદા

તમે આ પણ વાચી સકો છો :

Spanish Woman Gangrape: NCW ચીફે ભારતને અસુરક્ષિત ગણાવવા બદલ અમેરિકન લેખકની ટીકા કરી

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories