HomeGujaratChild Beaten In Madresa : તાલિબાની સજા- માથે થૂંકતા ગયા ને મારતા...

Child Beaten In Madresa : તાલિબાની સજા- માથે થૂંકતા ગયા ને મારતા ગયા, ઔરંગાબાદના મદરેસામાં સુરતના કિશોરને માર મરાયો – India News Gujarat

Date:

Child Beaten In Madresa : ઘડિયાળ ચોરીની શંકામાં અર્ધનગ્ન કર્યો માર મરાયો. મદરેસામાં 5 થી વધુ સગીરોએ તાલિબાની સજા આપી. પોલીસે કહ્યું- મદરેસા જઈ તમારા દીકરાને લઈ આવીશું.

તાલિબાની સજા આપવામાં આવી હોવાનું સામે આવ્યું

મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખુલદાબાદના મદરેસામાં આલિમ બનવા ગયેલા. સુરતના ભેસ્તાન વિસ્તારના 16 વર્ષીય તરુણને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. ઘડિયાળ ચોરીની શંકામાં તાલિબાની સજા આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

16 વર્ષીય ભત્રીજાને આલિમ બનવા માટે મૂક્યો હતો

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં અભિયાસ કરતાં સુરતના વિદ્યાર્થીને ચોરીનો આરોપ લગાવીને તાલિબાની સજા આપતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, કિશોરને અર્ધનગ્ન કરી જમીન પર ગોઠણભર બેસાડી દે છે. પછી એક બાદ એક એમ પાંચથી વધુ સગીર વારાફરતી કિશોરની માથે થૂંકી પછી પીઠ પર થપ્પડો ઝીંકી રહ્યા છે. આથી કિશોર મારને કારણે કણસી રહ્યો છે અને બૂમાબૂમ કરી કરી મૂકે છે. પરંતુ કોઈ તેને બચવવા આવતું નથી. આ સમગ્ર મામલે તરુણના કાકાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ઔરંગાબાદથી 25 કિમીના અંતરે ખુલદાબાદ છે. ત્યાં આવેલા મદરેસામાં અમે અમારા 16 વર્ષીય ભત્રીજાને આલિમ બનવા માટે મૂક્યો હતો. દરમિયાન ગત રવિવારના અમારા મોબાઈલ પર એક વીડિયો આવ્યો હતો.

Child Beaten In Madresa : 10 લોકો તેને જોર જોરથી મારી રહ્યા હતા

જે વીડિયો જોતા જ અમને આઘાત લાગ્યો હતો. જેમાં અમારા દીકરાને તાલિબાની સજા આપતા હોય તેવી જ રીતે તેનું શરીર ખુલ્લું કરાવ્યું હતું અને એક પછી એક એમ પહેલા થૂંકીને પછી 10 લોકો તેને જોર જોરથી મારી રહ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, એક તરફ અમારો દીકરો રડી રહ્યો હતો તો બીજી તરફ તેને કોઈ પણ બચાવતું ન હતું. આમ આ વીડિયો બાદ અમે પહેલાં તો ત્યાંના સ્થાનિક પોલીસ મથકનો નંબર શોધીને તેમને જાણ કરી હતી. પોલીસે પણ અમને જણાવ્યું હતું કે, તમે તમારા દીકરાનું ટેન્શન ન લેતા. તમારી પાસે જે વીડિયો આવ્યો છે તે લઈને અહીં આવી જાવ. આપણે મદરેસા જઈને તમારા દીકરાને લઈ આવીશું.

તાત્કાલિક મામલાની ફરિયાદ નોંધી હતી

હાલ માં પોલીસ અધિકારીઓએ આ અંગે ફરિયાદ લઈને યોગ્ય જણાતાં તેમણે તાત્કાલિક મામલાની ફરિયાદ નોંધી હતી. આ મદરેસામાં બીજાં અન્ય બાળકો સાથે પણ આવું ન બને તે માટે પોલીસે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

તમે આ પણ વાંચી સકો છો :

Anti-Social Elements : ભેસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વોની આંતક, ચાની દુકાન પાસે મારામારીની બની ઘટના

તમે આ પણ વાંચી સકો છો :

Suicide Case: ફાયર કર્મી કિશોરસિંહ પઢેરિયા એ ફાયર કોર્ટર્સમાં આવેલા પોતાના મકાનમાં કર્યો આપઘાત

SHARE

Related stories

Latest stories