HomeGujaratChief Officer Transfer Case Update : ચીફ ઓફિસરની બદલીના ઘેરા પ્રત્યાઘાત, સાપુતારા...

Chief Officer Transfer Case Update : ચીફ ઓફિસરની બદલીના ઘેરા પ્રત્યાઘાત, સાપુતારા બંધની એકાલ રહ્યું સફળ – India News Gujarat

Date:

Chief Officer Transfer Case Update : ચીફ ઓફિસરની બદલી રદ્દ કરવા સ્થાનિકોની માંગણી. માંગણી નહીં સંતોષાયતો ચુંટણી બહિષ્કારની ચીમકી.

સાપુતારા બંધનું એલાન

ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારાના ચીફ ઓફિસરની બદલી ભાવનગર ખાતે થતા. સાપુતારા નવાગામના ગ્રામજનો એ તેમની બદલીનો ઓર્ડર રદ્દ કરવાની મામ્ગ કરે હતી. પરંતુ એ બદલીનો ઓર્ડર હજુ સુધી રદ્દ ન કરાતા આજે સાપુતારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

બદલી રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

સાપુતારામાં છેલ્લાં ૧૦ વર્ષથી ઇનચાર્જ ચીફ ઓફિસર દ્વારા નોટિફાઈડ કચેરીનું સંચાલન કરવામાં આવતું હતું. જેના પગલે સાપુતારા અને નવાગામના કેટલાક પ્રાણ પ્રશ્નોનો ઉકેલ આવતો ન હતો. આથી બે માસ પહેલા જ સરકાર દ્વારા સાપુતારા નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર તરીકે ડો.ચિંતન વૈષ્ણવની વરણી કરવામાં આવી હતી. આ બે માસ દરમિયાન સાપુતારા અને નવાગામના પ્રશ્નો ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી. ઉકેલ લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સાપુતારા હજુ સુંદર કઈ રીતે બને એ માટે પણ સુંદર આયોજન કર્યું હતું. પરંતુ સરકાર દ્વારા તેમની ભાવનગરમાં ડેપ્યુટી કંટ્રોલર સિવિલ ડિફેન્સ ખાતે બદલી કરી દેવામાં આવતાં. નવાગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા બદલી રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પરંતુ તેનો કોઈજ જવાબ ન મળતા સાપુતારા અને નવાગામના લોકોએ સાપુતારા બંધનું આજે એલાન કર્યું હતું.

Chief Officer Transfer Case Update : બદલી રદ્દ કરાવવા માટે આંદોલન કરી રહ્યા છે

જેમાં સમગ્ર સાપુતારા બંધ રહેતા અહીં આવત પ્રવાસીઓએ ભારે હાલાકી ઉઠાવવી પડી હતી. જોકે તેમ છતાં જો તેમની બદલી રદ્દ કરવામાં નહીં આવે તો. આગામી સમય રસ્તા રોકો આંદોલન અને આવનાર લોકસભાની ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી. કોઈ એક અધિકારીની બદલી થતાં સ્થાનિક લોકો આંદોલન કરે એવું સામાન્ય રીતે ક્યાંય બનતું નથી. પરંતુ સાપુતારા ખાતે નિમણૂક થયાના થોડાજ સમયમાં ફરી બદલી થતાં. સ્થાનિક લોકો બદલી રદ્દ કરાવવા માટે આંદોલન કરી રહ્યા છે. અને બંધ સહિતના પગલાં ભરાઈ રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે. સરકાર સ્થાનિક લોકોની માંગ સ્વીકારે છે કે નહીં ???

તમે આ પણ વાચી સકો છો :

Oranges Benefits: નારંગી પોષકતત્વોનો ખજાનો છે,જબરદસ્ત થશે ફાયદા

તમે આ પણ વાચી સકો છો :

Spanish Woman Gangrape: NCW ચીફે ભારતને અસુરક્ષિત ગણાવવા બદલ અમેરિકન લેખકની ટીકા કરી

SHARE

Related stories

Latest stories