HomeGujaratCheating Of 1.32 Crore : ઉધારમાં કાપડ લઇ 8 વેપારી સાથે 1.32...

Cheating Of 1.32 Crore : ઉધારમાં કાપડ લઇ 8 વેપારી સાથે 1.32 કરોડની ચીટિંગ, પોલીસે વોન્ટેડ આરોપી ને મુંબઇથી ઝડપ્યો – India News Gujarat

Date:

Cheating Of 1.32 Crore : આરોપીએ ચીટિંગના રૂપિયાથી 56 લાખનો ખરીદ્યો હતો. ફ્લેટ બારમાં જલસા કરી એક નાઇટમાં 50 હજાર ફૂંકી નાંખતો 20થી વધુ ગર્લફ્રેન્ડ, ગોવા લઇ જતો હતો ફરવા.

છેલ્લાં 5 મહિનાથી ફરાર હતો

સુરતના 8 વેપારી પાસેથી ઉધારમાં કાપડ લઇને 1.32 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડનાર મુંબઇના ઠગ વેપારીને સુરત ઇકોસેલે મુંબઇ મીરારો઼ડની હોટલ માંથી ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લાં 5 મહિનાથી ફરાર હતો. આરોપીએ ચીટિંગના રૂપિયાથી મુંબઇમાં ફ્લેટ ખરીદ્યો હતો એટલું જ નહીં ડાન્સ બારમાં એક નાઇટમાં 50 હજાર રૂપિયા સુધી ઉડાવતો હતો.

છેલ્લાં 4 દિવસનું હોટલનું 7800 રૂપિયા પણ ભાડું પણ ચૂક્વ્યું ન હતું

તમારી ટીવી સ્ક્રીન પર દેખાતો આરોપી મેહુલ પ્રવિણ જોગાણી મુંબઈના મીરા રોડની અલગ અલગ હોટેલમાં રહેતો હતો. આરોપીએ છેલ્લાં 4 દિવસનું હોટલનું 7800 રૂપિયા પણ ભાડું પણ ચૂક્વ્યું ન હતું. આરોપીએ વેપારીઓ પાસેથી કાપડ લઈ તેણે બારોબાર વેચી મુંબઈ મીરારોડ પર ઓસ્વાલ ઓર્ચિડ બિલ્ડિંગમાં જાન્યુઆરી-2023માં 56 લાખનો ફલેટ ખરીદ્યો હતો. મુંબઈ રહેતો મેહુલ જોગાણીએ શરૂઆતમાં સુરતના વેપારીઓ પાસેથી કાપડનો માલ લઈ વાયદા પ્રમાણે રૂપિયા ચુકવી દેતો હતો. આથી વેપારીઓ તેના પર વિશ્વાસ મુકી કાપડનો માલ આપ્યો હતો. પછી તેણે ખોટી પેઢીઓ ઊભી કરી 8 વેપારીઓ પાસેથી 1.32 કરોડનો કાપડનો માલ ઉધારમાં લઈ બાદમાં હાથ ઊંચા કરી દીધા હતા.

Cheating Of 1.32 Crore : 10 લાખની રકમ એક મુસ્લિમ પાસેથી લીધી છે

ગઠિયા વેપારી આવી રીતે ડેઇલી નાઇટમાં ડાન્સ બારમાં યુવતીઓ સાથે મોજશોખ કરી લાખોની રકમ ઉડાવી દેતો હતો. ઓસ્વાલ ઓર્ચિડ બિલ્ડિંગનો ફલેટ પણ તેણે ગીરવે મુકી 10 લાખની રકમ એક મુસ્લિમ પાસેથી લીધી છે. તેની બબ્બે પત્નીઓ તેને છોડી જતી રહી છે. આવા ધંધાને કારણે મેહુલને પિતાએ પણ ઘરમાંથી કાઢી મુક્યો છે. હાલમાં મેહુલની સામે ચીટિંગના સલાબતપુરામાં 2 અને પાંડેસરા પોલીસમાં એક ગુનો દાખલ થયો છે. હજુ ચીટિંગનો આંકડો વધવાની શક્યતા છે. પોલીસે જણાવ્યું કે મેહુલની મુંબઈના અલગ અલગ ડાન્સ બારમાં 20 થી 25 ગર્લ્સ ફેન્ડ્રસ છે. જેની પાછળ તેણે લાખોની રકમ ઉડાવી દીધી હતી. ખાસ કરીને તે ગર્લ્સ ફેન્ડ્રસને મુંબઈ અને ગોવા ફરવા લઈ જતો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસે 1.32 કરોડ રૂપિયાના ચીટિંગના આ ગુનામાં આ અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરી છે.

તમે આ પણ વાંચી સકો છો :

Weather Change in Surat: ભારે ઉનાળો કોણ કહે સુરત માં પડયો વરસાદ જોઓ વિડીઓ

તમે આ પણ વાંચી સકો છો :

JEE Main Result : જેઈઈ પરિણામમાં સુરતના બે વિદ્યાર્થી ઝળક્યા, એક વિદ્યાર્થીના માતાપિતા તો ખુલ્લી જગ્યામાં કપડા વેચી ગુજરાન ચલાવે છે !

SHARE

Related stories

Latest stories