HomeGujaratChamber તથા CMAIના સંયુકત ઉપક્રમે ‘ઇન્ડિયન એથનિક વેર– ફેશન ફોરકાસ્ટીંગ’વિશે વર્કશોપ યોજાયો-India News Gujarat

Chamber તથા CMAIના સંયુકત ઉપક્રમે ‘ઇન્ડિયન એથનિક વેર– ફેશન ફોરકાસ્ટીંગ’વિશે વર્કશોપ યોજાયો-India News Gujarat

Date:

ફેશન ફોરકાસ્ટીંગ  સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત -India News Gujarat

ધી સધર્ન ગુજરાત Chamber  ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ધી કલોથીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે મંગળવાર, તા. ર૯ માર્ચ, ર૦રર ના રોજ બપોરે રઃ૦૦ કલાકે સરસાણા ખાતે ‘ઇન્ડિયન એથનિક વેર– ફેશન ફોરકાસ્ટીંગ’વિષય ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે બેંગ્લોરની ઇચ ક્રિએટીવના ફાઉન્ડર કનિકા વોરા અને અનુરાધા ચંદ્રશેખર તથા અશોક ઠકકર અને સીએમએઆઇના ચીફ મેન્ટર રાહુલ મહેતાએ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી જ નહીં પણ સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ફેશન ફોરકાસ્ટીંગની જરૂરિયાત વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.-India News Gujarat

90 ટકા કપડું સુરતમાં બને છેઃ Chember પ્રમુખ -India News Gujarat

Chamber પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ફેશન ફોરકાસ્ટીંગ એ સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત છે. ઇન્ડિયન એથનિક વેર માટેનું ૯૦ ટકા કપડું સુરતમાં બને છે ત્યારે સુરતમાં ફેશન ફોરકાસ્ટીંગ થાય તો દેશમાં જ નહીં પણ વૈશ્વિક સ્તરે કાપડ તથા ગારમેન્ટીંગનું ડિસ્પ્લે કરી પ્રોજેકટ કરી શકાય છે. સુરતમાં દરરોજ ૪૦ મિલિયન મીટર જેટલું કપડું બનતું હોય ત્યારે તેમાં વેલ્યુ એડીશન થઇને ગારમેન્ટીંગ પણ થવું જ જોઇએ.-India News Gujarat

CMIA ચીફ મેન્ટર રાહુલ મહેતા -India News Gujarat

 CMAI  ના ચીફ મેન્ટર રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે, કાપડનું ઉત્પાદન તથા તેને રેડીમેડ ગારમેન્ટીંગમાં પરિવર્તિત કરવાની કામગીરીમાં સતત બદલાવ લાવીશું ત્યારે જ ઇન્ડસ્ટ્રીમાં સર્વાઇવ કરી શકીશું. સુરતમાં ઘણો બદલાવ આવ્યો છે. એમએમએફ ફેબ્રિકસના ઉત્પાદનમાં, કોમ્પ્યુટરાઇઝ્‌એમ્બ્રોઇડરીમાં અને વિવિંગમાં બદલાવ આવ્યો છે ત્યારે ફોરકાસ્ટીંગ માર્કેટ હશે તો પ્રોડકટ માર્કેટમાં વેચાઇ જ જશે.-India News Gujarat

Chamber માજી પ્રમુખ અજોય ભટ્ટાચાર્યએ શું કહ્યું -India News Gujarat

ના ભૂતપૂર્વ પ્રમુખ તેમજ સીએમએઆઇના દક્ષિણ ગુજરાતના રિજીયોનલ ચેરમેન ડો. અજોય ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે, ફેશન ફોરકાસ્ટીંગના માધ્યમથી ગ્લોબલી માર્કેટમાં ચાલી રહેલા તેમજ આવનારા ટ્રેન્ડ વિશે ચોકકસ માહિતી મેળવી શકાય છે. આવી રીતે સમગ્ર ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ફેશન ફોરકાસ્ટીંગ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

કનિકા વોરાએ કહ્યું કે…-India News Gujarat

કનિકા વોરાએ જણાવ્યું હતું કે, ‘આઇસીએચ નેકસ્ટ – એથનિક વેર ટ્રેન્ડ ફોરકાસ્ટ ઇન અ સર્વિસ’ ભારતમાં આ પ્રકારની સેવા પ્રથમ વખત આપવામાં આવી રહી છે. આ સેવા વર્ષમાં ૧૦ કેપ્સુલ કોન્સેપ્ટ સાથે આપવામાં આવે છે. જેમાં કન્ઝયુમર સેન્ટીમેન્ટ રિસર્ચ, ગ્લોબલ રનવે, ડિઝાઇનર લેબલ્સ, આગામી સિઝન માટે સૂચિત થીમ્સ, વિવિધ મુખ્ય રંગોનું કોમ્બીનેશન સાથેના ઘણા રિપોર્ટ્‌સ પ્રકાશિત કરવામાં આવે છે. આ રિપોર્ટને અમલમાં લેવાનું અત્યંત સરળ હોય છે. તેમની પાસે આખી લાયબ્રેરી ઉપલબ્ધ છે અને તેના આધારે તેઓ ફેશન નવી ડિઝાઇન ક્રિએટ કરવાનું શીખવવામાં પણ મદદરૂપ થશે.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-GJEPC ના પ્રોજેકટ The India Jewellery Exposition સેન્ટરનું દુબઈ ખાતે ઉદઘાટન

આપ આ પણ વાંચી શકો છોઃ-GST Theft -સરકારએં વસૂલ્યા 96.86 કરોડ રૂપિયા

 

 

SHARE

Related stories

Latest stories