HomeGujaratChamber ની લેડીઝ વીંગ દ્વારા ‘વૈદિક હોળી’વિષય ઉપર વેબિનાર યોજાયો-India News Gujarat

Chamber ની લેડીઝ વીંગ દ્વારા ‘વૈદિક હોળી’વિષય ઉપર વેબિનાર યોજાયો-India News Gujarat

Date:

વૈદિક હોળીથી વાતાવરણ શુદ્ધ થાયવાયરસનો નાશ થાય-India News Gujarat

ધી સધર્ન ગુજરાત Chamber ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા શુક્રવાર, તા. ૪ માર્ચ ર૦રર ના રોજ સાંજે ૪:૦૦ કલાકે ‘વૈદિક હોળી’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઘનશ્યામ સીતાપરાએ વૈદિક હોળી પ્રગટાવવા પાછળના કારણો, તેના પર્યાવરણલક્ષી અને આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે જાણકારી આપી વૈદિક હોળીનું મહત્વ સમજાવ્યું હતું. Chamberની લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડિયાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. Chamber લેડીઝ વીંગના જોઇન્ટ સેક્રેટરી સ્વાતિ જાનીએ વેબિનારનું સંચાલન કર્યું હતું. જ્યારે Chamberલેડીઝ વીંગના સભ્ય રોશની ટેલરે વકતા ઘનશ્યામ સીતાપરાનો પરિચય આપ્યો હતો. અંતે Chamberલેડીઝ વીંગના સેક્રેટરી મનિષા બોડાવાલાએ સર્વેનો આભાર માન્યો હતો.-India News Gujarat

વાયુના દોષમાંથી મુક્તિ મળે, વૃક્ષો કપાતા અટકે અને ગાયોનું સંરક્ષણ થાય- India News Gujarat

હોળીકા દહનમાં શાસ્ત્રોએ કયાંય લાકડાનો ઉપયોગ કરીને હોળીકા દહનનો ઉલ્લેખ જ નથી, પરંતુ હોલિકા દહન માટે ગાયના પોદળાનું બનેલું સૂકું છાણ, સૂકા નાળિયેર, આહુતી માટે ગાયનું શુદ્ધ ઘી, કેસર, જાયફળ, જાવંત્રી, લવિંગ, એલચી, તમાલપત્ર, તજ, સૂકામેવા, ગૂગળ, સફેદ ચંદન અને કપૂર વગેરે જેવી પવિત્ર વસ્તુઓનો ઉપયોગ કરીને હોળીકા દહન કરવાનું જણાવવામાં આવ્યું છે. ગાયના ઘી અને છાણમાં રહેલા તત્વો અને જે પવિત્ર વસ્તુઓ છે તેના તત્વો હવામાં ફેલાઈને હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણ રોગમુક્ત કરે છે. વૈદિક હોળીકા દહનથી વાતાવરણ શુદ્ધ થાય છે, વાયરસનો નાશ થાય છે, વાયુના દોષમાંથી મુક્તિ મળે છે, વૃક્ષો કપાતા અટકે છે અને ગાયોના સંરક્ષણમાં ઉપયોગી થાય છે.India News Gujarat

ગાયના છાણ સાથે ઘીનું સંયોજન આરોગ્ય પ્રદ-India News Gujarat

ગાયના છાણને ઘી સાથે બાળવાથી તેનું સંયોજન થાય છે અને તેના દ્વારા વાતાવરણમાં રહેલા ખરાબ પ્રકારના જીવાણુનો નાશ થાય છે. હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. આથી ધાર્મિક રીતે ગાય માતાનું પ્રભુત્વ વધે છે અને ગાયોનું સંરક્ષણ થાય છે. આખા દેશમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવે તો અસંખ્ય રોગોમાંથી મુક્તિ મળશે, હાનિકારક વાયરસ નાશ પામશે, વાતાવરણ પવિત્ર બનશે અને વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જાનો પણ નાશ થશે તથા હકારાત્મક ઉર્જાનો વાતાવરણમાં વાસ થશે. આથી તેમણે લોકોને શહેરમાં ગૌશાળા ખાતેથી ગાયના છાણ તથા સ્ટીકની ખરીદી કરી વૈદિક હોળી પ્રગટાવવા અનુરોધ કર્યો હતો.India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Lathmar Holi 2022: મથુરામાં લથમાર હોળી 2022ની તૈયારીઓ

આપ આ પણ વાંચી શકો છોઃ-Budgetમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને લોટરી લાગી

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories