Chaitri Navratri : ચૈત્રી નવરાત્રીને લઈ બનાસકાંઠામાં ભક્તોની ભીડ વહેલી સવારથી જ ભક્તો પહોંચ્યા. માતા ના દર્શને અંબાજીમાં મંદિરમાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા.
હજારોની સંખ્યામાં ભક્તો માં ના દર્શન કરવા ઉમટી પડ્યા
આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જ હજારોની સંખ્યામાં ભક્તો માં ના દર્શન કરવા ઉમટી પડ્યા હતા.
જય જય અંબે નાદથી માનો ચાચર ચોક ગુંજી ઉઠ્યો
ચૈત્ર નવરાત્રીનું આપણા હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. તે સાથે નવરાત્રીની શરુઆત થઈ ચૂકી છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીની ધૂમ જોવા મળી રહી છે. શક્તિપીઠ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે હજારોની સંખ્યામાં ભક્તો માં અંબા ના દર્શન ઉમટીયા હતા. તેઓ એ બોલ માડી અંબે જય જય અંબે નાદથી માનો ચાચર ચોક ગુંજી ઉઠ્યો હતો. માં ના ભક્તો દર્શન કરવા વહેલી સવારથી જ લાઈનમાં લાગી ગયા હતા. ચૈત્રી નવરાત્રીની ઘટસ્થાપના ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી અને ઘટસ્થાપમા અંબાજી મંદિરના વહીવટદ્વાર અને ટેમ્પલ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલવડી શણગારવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી ચાચર ચોકમાં 24 કલાક અખંડ ધૂન માં અંબાના ભક્તો દ્વારા કરવામાં આવશે.
Chaitri Navratri : પાવન પર્વ પર મા અંબા ની બે આરતી કરવામાં આવશે
વર્ષ દરમિયાન આસો અને ચૈત્રી આમ બે નવરાત્રીનું મહત્વ હોય છે. વસંતીય ચૈત્રી નવરાત્રીને લઇ અંબાજી મંદિરમાં યાત્રિકોની ભારે ભીડ રહેતી હોય છે. લોકો પણ માતાજીનાં દર્શને ખાસ પધારી આરતીનો લ્હાવો લેતા હોય છે. ચૈત્રી નવરાત્રીના પાવન પર્વ પર મા અંબા ની બે આરતી કરવામાં આવશે પહેલી આરતી માતાજી ની અને ત્યારબાદ ઝવેરા આરતી કરવામાં આવશે ચૈત્રી નવરાત્રી નો વિશેષ મહિમા હોય ભાવિક ભક્તો મા અંબાના દર્શને ઉમટી પડ્યા છે.
તમે આ પણ વાંચી સકો છો :
VNSGU Exams: ‘પ્રોફેસર પાસ કરી દેશે’ની આશાએ વિદ્યાર્થીએ કર્યું કારનામું
તમે આ પણ વાંચી સકો છો :
Duplicate Products: ઓલપાડમાં ડુપ્લીકેટ ડવ શેમ્પૂ ઝડપી પાડતી પોલીસ, 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત