CCTV Captures Theft Incident: માંગરોળ તાલુકાના વાંકલ ગામે ચોરીનો સિલસિલો યથાવત રહેતા ફરી એકવાર તસ્કર ચોર ટોળકી એ મેઈન બજારમાં આવેલ કટલરી ની દુકાનુ તાળું તોડી ચોરી કરી હતી પરંતુ દુકાનની પાછળ રહેતા એક યુવકે ચોર ઈસમોને પડકારી બૂમાબૂમ કરતા ચોર ચોરીનો મુદ્દા માલ મૂકી ભાગી છુટ્યા હતા જ્યારે લોકોએ સ્થળ ઉપરથી ચોર ઇસમોની એક બાઈક અને ચંપલ કબજે લઈ પોલીસ ને સુપ્રત કર્યા હતા.
CCTV Captures Theft Incident: દુકાનની પાછળ રહેતા યુવકે તસ્કરોને પડકારી બૂમાબૂમ કરી
છેલ્લા કેટલાક સમયથી વાંકલ ગામમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે. મુખ્ય બજારથી પાછળના વિસ્તારમાં અત્યાર સુધી ચોરીઓ થતી હતી. ગત રાત્રીના બે વાગ્યે બજારમાં આવેલ ચામુંડા નોવેલ્ટી નામની કટલરીની દુકાનના પાછળના દરવાજાનું તાળું તોડીને એક તસ્કર દુકાનમાં ઘુસ્યો હતો અને દુકાન માંથી રોકડ અને અન્ય માલ સામાનની ચોરી કરી હતી.
જ્યારે એક 32 ઇંચનું ટીવી લઈને દરવાજાની બહાર એક ચોર નીકળી રહ્યો હતો ત્યારે દુકાનના પાછળના ભાગે રહેતા પાડોશી યુવક જીતુભાઈ વસાવા એ હિંમત દેખાવી, ચોરને પડકારી, બૂમાબૂમ કરતા બાજુમાં રહેતા સંતોષભાઈ મૈસુરીયા અને ફળિયાના લોકો જાગી ગયા હતા. જેથી ચોરીનું ટીવી ત્યાં જ મૂકી દીધું હતું અને ચોરો પોતે લઈને આવેલ બાઇક તેમજ ચંપલ સ્થળ પર મૂકી ભાગી છુટ્યા હતા જ્યારે બીજો ચોર ઈસમ અંબાજી મંદિર તરફ પૈસાનું પાકીટ લઈને ભાગી છુટ્યો હતો. તેનો ફળિયાના રહીશોએ પીછો કર્યો હતો.
દુકાનના માલિક પોલારામ અને સ્થાનિકોએ ચોરીની ઘટના અંગેની જાણ પોલીસને કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. જો કે ચોરીની ઘટના સી.સી ટીવી કેમેરામાં કેદ થઈ છે તેની ચકાસણી તેમજ ચોર ઈસમોની બાઈક અને ચંપલ કબજે લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તમે આ પણ વાંચી શકો છો:
New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે
તમે આ પણ વાંચી શકો છો:
Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી