HomeGujaratCase Of Land Grabbing : ખતલવાડમાં ખોટા દસ્તાવેજો ઉભા કરી જમીન હડપવાંનો...

Case Of Land Grabbing : ખતલવાડમાં ખોટા દસ્તાવેજો ઉભા કરી જમીન હડપવાંનો કિસ્સો – India News Gujarat

Date:

Case Of Land Grabbing : 5 ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ. મૂળ માલિકની જાણ બહાર જમીન વેચી.

ખોટા દસ્તાવેજો ઉભા કરી મૂળ માલિકની જાણ બહાર જમીન વેચી

ઉમરગામ ખતલવાડમાં જમીનના ખોટા દસ્તાવેજો ઉભા કરી. મૂળ માલિકની જાણ બહાર જમીન વેચી મારતાના કિસ્સામાં મૂળ માલિકને પહેલા. ઉમરગામ મામલતદાર અને પ્રાંત કચેરીનો દરવાજો ખટ ખટાવ્યો. બંને કચેરીએથી નિરાશા મળતા અંતે સમગ્ર મામલો વલસાડ જિલ્લા કલકટરશ્રી સમક્ષ જતા. સાચી ઘટના જાણવા સીટ તપાસ મારફતે દૂધનું દૂધ પાણીનું પાણી પુરવાર થતા. ઉમરગામ પોલીસ મથકમાં 5 ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

સમગ્ર મામલો જિલ્લા કલેકટરને જણાવ્યું

ઉમરગામ તાલુકાના ખલતવાડ ગામે દાજી તળાવ ફળિયા ખાતે રહેતા. નાનજીભાઈ કાળીયા ભાઈ સુરતીની વંશ વારસાગતની જમીન આવેલ છે. અગાઉ નાનજી સુરતીનું અવસાન થયું હતું. ત્યાર બાદ તેમની પત્ની પ્રેમીબેનનું પણ અવસાન થતાં. તેમના અસ્સલ વારસદાર દયા રામ નાનજી સુરતીના નામ દાખલ કરવા અર્થે. ઉમરગામ મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. એ અરજી દરમિયાન ગામના અને કુટુંબી વિનોદભાઈ ભીખાભાઈ સુરતી નાએ આડી લીટીના વારસદારો તરીકે પોતે. તથા શંકર લલ્લુ સુરતી, ઉષા ડાહ્યા સુરતી, કુસુમ શંકર સુરતી નાએ ખોટા દસ્તાવેજો ઉભા કરી વાંધા અરજી આપી હતી. જેથી મામલતદાર કચેરીએ ફરિયાદી દયારામ સુરતીની અરજી નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ અસ્સલ સીધી લીટીના વારસદાર દયારામ સુરતીએ પ્રાંત કચેરીમાં ફરીવાર અપિલ કરતા. પ્રાંત કચેરીએ પણ અરજી નામંજૂર કરી હતી. અરજદારે પોતાના જમીનનો સાચો સમગ્ર મામલો જિલ્લા કલેકટરને જણાવી કલેકટર કચેરીએ પણ અરજી કરવામાં આવ્યા. કલેકટરશ્રીએ જમીનની સાચી હકીકત જાણવા સીટની તપાસ માંગી કરાવી હતી.

Case Of Land Grabbing : અરજદારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

સમગ્ર તપાસ દરમિયાન ખતલવાડના અરજદારની અરજીમાં તથ્ય જણાયું હતું. કુટંબીઓ દ્વારા ખોટું કરી જમીન હડપવાનો કિસ્સો સીટની તપાસ દરમિયાન બહાર આવતા અંતે કલેક્ટરશ્રી દ્વારા. ઉપરોક્ત ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેમા આરોપીઓ  વિનોદ ભીખા સુરતીનાઓ ખોટા દસ્તાવેજનો સાચા દસ્તાવેજ બતાવી. વારસદારોનો હક દર્શાવી કુટુંબની જાણ બહાર આરોપી નાસીર ડોસાની રહે સંજાણનાને જમીન વેચી દીધી હતી. વેચાણ દ્વારા લીધેલી જમીનમાં નાસીર ડોસાનીએ તારખૂટા કમ્પાઉન્ડ કરી નાખ્યાં હતાં. અરજદારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બનાવ અંગેની ફરિયાદ ઉમરગામ પોલીસ મથકમાં વીણાબેનએ નોંધાવતા. ઉમરગામ પોલીસે ઉપરોક્ત ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી હાલ વધુ તપાસ હાથ ધરી છે.

બરાબર તપાસ થતે તો અરજદારના અરજીને ન્યાય આપવામાં આવ્યો હોત

અત્યારે ઉલ્લેખનીય બાબતે છે કે. અરજદારે જ્યારે ઉમરગામ મામલતદાર અને પ્રાંત કચેરીના દરવાજા ખખડાવી વારદાર અર્થે નામ દાખલ કરવા અરજી કરી હતી. તે વખતે જો અધિકારીઓએ વિશેષ ધ્યાન આપી કાગળિયા ઉલટ તપાસ કરવામાં આવતી તો. અરજદારના અરજીને ન્યાય આપવામાં આવ્યો હોત તો. અને સમગ્ર મામલો કલેકટર કચેરી સુધી ન પહોંચત?  બંને કચેરીએ સાચી તપાસ ન કરી મૂળ માલિકની અરજીને નામંજૂર કરતા. અંતે જ્યારે જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી થતા. અને સીટ દ્વારા તપાસ થતા સાચી હકીકત બહાર આવતા. અરજદારને સાચો ન્યાય મળ્યો હોવાની ઘટના બની છે.

તમે આ પણ વાચી શકો છો :

Modi on Nehru: નેહરુ અને ઈન્દિરા પર નિશાન સાધ્યું

તમે આ પણ વાચી શકો છો :

ED Raid: અરવિંદ કેજરીવાલના નજીકના સંબંધીઓ પર દરોડા

SHARE

Related stories

Latest stories