HomeGujaratCar Stolen Gang : આંતરરાજ્ય કાર ચોરોની ગેંગ ઝડપાઇ- India News Gujarat

Car Stolen Gang : આંતરરાજ્ય કાર ચોરોની ગેંગ ઝડપાઇ- India News Gujarat

Date:

Car Stolen Gang : આંતરરાજ્ય કાર ચોરોની ગેંગ ઝડપાઇ- India News Gujarat

  • Car Stolen Gang : સુરત ક્રાઇમબ્રાન્ચને મોટી સફળતા મળી છે,,,
  • આતર રાજય મોટી કાર ચોરી નું રેકેટ ઝડપી પાડ્યું છે
  • જેમાં આ ગેંગ દ્વારા 50 થી વધુ ફોર વહીલ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે,,,
  • આખી એક ગેંગ દ્વારા આ રેકેટ ચાલવામાં આવતું હતું અને ખાસ મશીન નો ઉપયોગ કરીને આલોકો મોંઘી ગાડીઓ ચોરી કરતાં હતા…..

પોલીસે સુરત મુંબઈ ની 50 જેટલી કાર ચોરીનો ભેદ ઉકેલ્યો

  • સુરત શહેરમાં થોડા કેટલાક સમયથી ફોરવ્હીલ ગાડી ચોરવાની ઘટનાઓ સતત બની રહી હતી. જેને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટું ટાસ્ક સોંપવામાં આવ્યું હતું.
  • ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગાડી ચોર ગેંગના મુખ્ય બે સૂત્રધારને ઝડપી પાડી અનેક ચોરીઓના ભેદ ઉકેલ્યા છે. ગેંગ કાર ચોરી માટે મશીનનો ઉપયોગ કરતા હતા અને માત્ર મારૂતિની 2015-16ના મોડલની ગાડીઓની ચોરી કરતા હતા.
  • મુંબઈ અને સુરતમાં ફોરવ્હીલ કારની ચોરી કરનાર આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. રાંદેર વિસ્તારમાં નાકાબંધી ગોઠવીને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બે શંકાસ્પદ યુવકોની ગાડી રોકી પૂછપરછ કરી હતી.
  • પૂછપરછ દરમિયાન માલુમ પડ્યું કે કાર ચોરીની હતી. ત્યારબાદ સખ્તાયપૂર્વક પૂછતા તેમણે અન્ય કારો ચોરી કરી હોવાની કબુલાત કરી હતી,,
  • ક્રાઈમ બ્રાન્ચે અનિલ ઉર્ફે છોટુ ગાયરી જે ઉદયપુર રાજસ્થાનનો રહેવાસી છે અને ઐયુબ અલી ઉર્ફે ગુડ્ડુ ઇલેક્ટ્રીશન શેખ જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે.

ગુડ્ડુ ખૂબ જ શાતીર આરોપી છે ટેકનિકલી ગાડી ચોરવા પાછળ તેનું માસ્ટરમાઈન્ડ કામ કરી રહ્યું હતું. ગુડ્ડુની ચોરી કરવાની ટેકનિક જોઈને ખુદ ક્રાઈમ બ્રાન્ચ પણ અવાક થઈ ગઈ હતી.

ખાશ મશીનનો ઉપયોગ કરી ને ચોરી કરતી હતી ગેંગ

  • પૂછપરછ માં મહત્વની બાબતે જાણવા મળી કે ગુડુ દ્વારા લુધિયાણાના એક ડીલર સાથે ઓનલાઇન સંપર્ક કર્યો હતો. જેની પાસેથી પીસીએમ મશીન ખરીદ્યું હતું.
  • આ મશીનની મદદથી લોક કરેલી ગાડીઓને ખુબ સરળતાથી તેઓ ચોરી કરી શકતા હતા. લુધિયાણા સુધી તાર જોડાયેલા હોવાની વાત મળતા ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.
  • આરોપીઓ બંગલાની બહાર રોડ ઉપર પાર્ક કરેલી મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ કારની ચોરી કરવા કારના ડ્રાઇવર સીટની આગળ ટાયર પાસે હાથ નાખી હોર્નના વાયર છુટા કરી એલન કી વડે દરવાજાનું લોક ખોલી કારનો દરવાજો ખોલી ઇલેક્ટ્રોનિક્સ મશીન તથા એન્જિન કંટ્રોલની મદદથી કાર ચાલુ કરી કારમાંથી જીપીએસ તથા ફાસ્ટટેગ હટાવી કાર ચોરી કરતા હતા.
  • કાર શહેરના અન્ય વિસ્તારમાં પાર્ક કરતા ત્યારબાદ ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી મહારાષ્ટ્ર તથા રાજસ્થાન તથા અન્ય રાજ્યોમાં વેચાણ કરતા હતા.

તમે આ વાંચી શકો છો

Thief Thrown Daimond in River- 15 Lakhના હીરાવાળી બેગ ચોરોએ નદીમાં ફેંકી

તમે આ વાંચી શકો છો

Attempt to break ATM of SBI Bank : ATM તોડવાનો પ્રયાસ

 

SHARE

Related stories

Latest stories