પાંડેસરામાં 2018માં બની હતી ઘટના-India News Gujarat
સુરતમાં પોંણા પાંચ વર્ષ પહેલાના ચકચારી માતા પુત્રી ડબલ મર્ડર કમ રેપ કેસમાં કોર્ટે મુખ્ય આરોપીને Capital punishment ફાંસીની સજા ફટકારી છે. જ્યારે અન્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. સાથો સાથ ભોગ બનનારા પરિવારને રૂપિયા સાડા સાત લાખનું વળતર ચુકવવા પણ હુકમ કર્યો છે. સુરત સેશન્સ કોર્ટ દ્વારા આજે આરોપીને Capital punishment ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.India News Gujarat
શું હતી સમગ્ર ઘટના….
આ ઘટનાની વિગતો એવી છે કે, પોંણા પાંચ વર્ષ પહેલા 6 એપ્રિલ 2018ના રોજ ભેસ્તાન સાંઇ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી 11 વર્ષની બાળકીની લાશ મળી હતી. તેના પણ પાશવી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. દરમ્યાન છ દિવસ પછી સચીન મગદલ્લા હાઇ વે પરથી એક મહિલાની લાશ મળી હતી જેને ગળે ફાંસો આપીને તેની હત્યા કરવામાં આવી હતી. સીસી ટીવીના આધારે પોલીસે તપાસ કરતા એક સીસી ટીવી કેમેરાના વિઝ્યુઅલ મળ્યા હતા માત્ર 56 સેકન્ડના આ વિઝ્યુઅલમાં કાળા કલરની કારમાં આવનારે લાશ ફેંકી હોવાના આ વિઝ્યુઅલ પરથી પોલીસે ગુનાનો ભેદ ઉકેલી અને આરોપી હર્ષ સહાય અને હરીઓમ હીરાલાલ ગુર્જરને ઝડપી પાડ્યા હતા. પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવી અને આ બન્ને લાશ માતા પુત્રીની હોવાનું સાબિત કર્યું હતું. બાળકીની હત્યા કરતા પહેલા હર્ષ સહાય ગુર્જરે તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ ગુપ્તાંગમાં લાકડી નાંખી હતી તેથી આ માસુમનું કરૂણ મોત થયું હતું. જ્યારે મહિલા પર બળાત્કાર ગુજારી અને તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી.-LATEST NEWS
મહિલાને પુત્રી સાથે રૂ.35 હજારમાં રાજસ્થાનથી ખરીદી હતી-LATEST NEWS
હર્ષ સહાય અને તેનો સાગરીત હરીઓમ ગુર્જર આ મા દિકરીને રાજસ્થાનથી રૂ.35 હજારમાં ખરીદીને લાવ્યા હતા. તેમજ કંન્સ્ટ્રકશન સાઇડ પર તેમની પાસે મજુરી કરાવતા હતા. આરોપીને મરનાર મહિલા સાથે શારિરીક સબંધ હતા અને મહિલા વારંવાર માંગણીઓ કરતી હોવાથી કંટાળીને આરોપીએ તેને મોતને ઘાટ ઉતારી હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું. જ્યારે માસુમ બાળકી સાક્ષી તરીકે આરોપીને ફસાવી ન દે તેના માટે આ માસુમ પર બળાત્કાર ગુજારીને તેને મારી નાંખવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે બન્ને આરોપીને તા.4.3.2022ના રોજ તકસીરવાર ઠેરવ્યા હતા. આ કેસમાં આજ રોજ તારીખ 7.3.2022ના રોજ બન્ને આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી. મુખ્ય આરોપી હર્ષ સહાય ને Capital punishment ફાંસીની સજા ફટકારી હતી. જ્યારે આ હત્યા કેસમાં સામેલ અન્ય આરોપી હરીઓમને આજીવન કેદની સજા ફટકારી હતી. સાથો સાથ કોર્ટે ભોગ બનનારના પરિવારને રૂપિયા સાડા સાત લાખનું વળતર ચુકવવા પણ હુકમ કર્યો હતો.-LATEST NEWS
આપ આ પણ વાંચી શકો છોઃ-Rainfall: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
આપ આ પણ વાંચી શકો છોઃ-Traffic drive: નિયમોનો કરશો ભંગ ભરશો દંડ