HomeGujaratCandle March in Rajkot : રાજકોટમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કેન્ડલ માર્ચ,...

Candle March in Rajkot : રાજકોટમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કેન્ડલ માર્ચ, ઇન્ડિયા ગઠબંધન દ્વારા યોજાઇ કેન્ડલ માર્ચ – India News Gujarat

Date:

Candle March in Rajkot : દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ સરકાર આ ઘટનાથી શીખ લે તેવી માંગ કરી.

દુર્ઘટનામાં 28 લોકોના મોત થયા છે

રાજકોટના નાનામવા રોડ પરના આવેલા TRP ગેમઝોનમાં આગ લાગવાથી સર્જાયેલી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાને લઈને સમગ્ર રાજકોટ શહેર હચમચી ગયું છે. આ દુર્ઘટનામાં 28 લોકોના મોત થયા છે ત્યારે ઇન્ડિયા ગઠબંધન દ્વારા સાંજે શ્રદ્ધાંજલિ અર્પલ કરવામાં આવી હતી.

બહુમાળી ભવન ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી

ગઈકાલે રાજકોટના નાનામૌવા ખાતે આવેલ TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો તેમજ જાહેર જનતા દ્વારા શહેરના બહુમાળી ભવન ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકર મિત્રોએ બહોળી સંખ્યામા સમયસર ઉપસ્થિત રહેવા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને આમ આદમી પાર્ટી પ્રમુખ દિનેશ જોશીએ અનુરોધ કર્યો છે. રાજકોટ ગેમિંગ ઝોનમાં થયેલા અકસ્માતમાં બાળકોના મોત અંગે ગુજરાત હાઈકોર્ટે સ્યંમ સંજ્ઞાન લઇને સુઓમોટો લીધું છે. કોર્ટે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પૂછ્યું છે કે આ વિસ્તારમાં ગેમિંગ ઝોન ચલાવવાની પરવાનગી કઈ જોગવાઈ હેઠળ આપવામાં આવી હતી.

Candle March in Rajkot : હવે કોઈ આવી ઘટના ન બને તેવી સરકાર પાસે માંગ કરી

આ તકે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ અમિત ચાવડા દ્વારા કેન્ડલ માર્ચ મા ઉપસ્થિત રહી દોષિતો સામે કડકમાં કડક સદા થાય અને સરકાર આ ઘટનાથી શીખ લઈ હવે કોઈ આવી ઘટના ન બને તેવી સરકાર પાસે માંગ કરી હતી. સાથે જ શ્રદ્ધાંજલિ આપવા આવેલ એક યુવક દ્વારા કેન્ડલમાંથી પડતા ટીપાં તેના હાથમાં લઈ મૃતકોને આગમાં થયેલ વેદના અને સરકાર સામે રોષ વ્યકત કર્યો હતો. તેમજ આ ઘટનામાં દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી યુવક દ્વારા માંગ કરવામાં અવી હતી.

તમે આ પણ વાંચી સકો છો :

“Express View City”/કવવન ઈન્ફ્રાએ ધોલેરામાં “એક્સપ્રેસ વ્યુ સિટી” પ્રોજેક્ટ લોન્ચ કર્યો

તમે આ પણ વાંચી સકો છો :

Heat Wave Rise Alert : બનાસકાંઠામાં ગરમી વધવાની આગાહી, આગામી બે દિવસ તાપમાનનો પારો ઉંચકાશે

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories