HomeGujaratCake Cutting With Sword : સેલવાસ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના જન્મદિવસની ઉજવણી, 10-10...

Cake Cutting With Sword : સેલવાસ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના જન્મદિવસની ઉજવણી, 10-10 કેક તલવારથી કાપી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ – India News Gujarat

Date:

Cake Cutting With Sword : તલવાર સાથે ડાન્સ પણ કરતા હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ. જાહેરનામાનો ભંગ કરતાં ભારે ચર્ચાનો વિષય બન્યો.

10-10 કેક તલવારથી કાપી હોવાનો વીડિયો

સંઘ પ્રદેશ દાદરા અને નગર-હવેલીના સેલવાસ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જન્મ દિવસની ઉજવણી મોડીરાત્રે કરવામાં આવી હતી. જેમાં ભાજપ અગ્રણી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખે એક-બે નહીં. 10-10 કેક તલવારથી કાપી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા મામલો ગરમાયો છે. જોકે આ ઉજવણીમાં રાકેશ ચૌહાણ એ તલવારથી પોતાની બર્થ ડે કેક આપી હતી. આટલેથી ન અટકતાં તેઓ તલવાર સાથે ડાન્સ પણ કરતા હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.બીજી તરફ નગર-હવેલીના સેલવાસના સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમ માટે આવી પહોંચ્યા છે.

Cake Cutting With Sword : મોટી સંખ્યામાં તેમના સમર્થકો જન્મદિવસ ની ઉજવણીમાં ઉપસ્થિત

ભાજપના એક અગ્રણીએ તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણ કરી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે .રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ભાજપ અગ્રણી રાકેશસિંહ ચૌહાણનો તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે રાકેશ ચૌહાણ સેલવાસ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા.તેમનો જન્મદિવસની ઉજવણી માટે પાર્ટીનું આયોજન કર્યું હતું.આ પાર્ટીમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જન્મદિવસ ની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે દાદરા અને નગર-હવેલીના ભાજપના પ્રથમ હરોળના અગ્રણીએ તલવારથી કેક કાપી જાહેરનામાનો ભંગ કરતાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

તમે આ પણ વાંચી સકો છો :

Manoj Jarang fast: મનોજ જરાંગે 17 દિવસ પછી ઉપવાસ સમાપ્ત કર્યા, હોસ્પિટલમાં થયા દાખલ

તમે આ પણ વાંચી સકો છો :

Maharashtra: સુપ્રિયા સુલેએ અજિત પવાર અને સુનેત્રા પવાર પર કટાક્ષ કર્યો-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories