C.R.Patil Shows Gratitude, Surat: સી.આર.પાટીલે સંસ્થાને આપ્યા અભિનંદન
પતંગના ધારદાર દોરાથી ઈજાગ્રસ્ત પક્ષીની સારવાર
ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગના ધારદાર દોરાના કારણે ઇજાગ્રસ્ત થયેલ 40 પૈકિના 38 જેટલા અબોલ પક્ષીઓ ઘાયલ થાય હતા. તેઓને યોગ્ય સારવાર આપી કરુણા અભિયાન નામની સંસ્થાના સભ્યો અને તબીબોની ટીમ દ્વારા જીવ બચાવવામાં આવ્યો છે. સંસ્થાની આ કામગીરી બદલ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તમામને અભિનંદન પાઠવી સરાહના કરી છે.
સી.આર. પાટીલે પક્ષીઓની સેવા કરતી સંસ્થા ને અભિનંદન આપ્યા
દર વર્ષે ઉત્તરાયણ પર્વ દરમ્યાન ચાઈનીઝ દોરા અને પતંગમાં વધુ પડતા કાંચવાળા માંજાના કારણે અબોલ પક્ષીઓ ઘવાય છે. જ્યાં ચાલું વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન અનેક પક્ષીઓ પતંગના કાતિલ દોરાના કારણે ઘવાયા હતા. જ્યારે કેટલાક અબોલ પક્ષીઓ મોતને ભેટ્યા હતા. દર વર્ષે આ ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અને તેઓના જીવ બચાવવા માટે શહેરની અલગ અલગ સંસ્થાઓ દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે છે. જે અન્વયે સુરતની કરુણા અભિયાન સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર પર અનેક પક્ષીઓ કાતિલ દોરાના કારણે ઇજાગ્રસ્ત થયા હોવાના કોલ મળ્યા હતા. કરુણા અભિયાન દ્વારા સુરતના ચોક બજાર સ્થિત સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જે સેન્ટર પર દર વર્ષે ઉતરાયણ પર્વ દરમિયાન ઈજાગ્રસ્ત પક્ષીઓને અહીં લાવ્યા બાદ સારવાર અથવા જરૂર પડ્યે ઓપરેશન કરી જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
C.R.Patil Shows Gratitude, Surat: ઘાયલ થયેલા 40 પૈકી 38 પક્ષીને સારવાર અપાતા નવજીવન
આ સંસ્થાના હેલ્પલાઇન નંબર પર 40 જેટલા કોલ આવ્યા હતા. જેમાં અલગ અલગ સ્થળો પરથી ઇજાગ્રસ્ત હાલતમાં પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જે તમામને ચોકબજાર સ્થિત સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં આવેલ સેન્ટર ખાતે લાવવામાં આવેલ 40 પક્ષીઓને સારવાર અને ઓપરેશન કરી નવજીવન આપવાનો પ્રયાસ કરાયો હતો. જે પૈકી બે પક્ષીઓના મોત થયા હતા. જ્યારે અન્ય પક્ષીઓની સારવાર અને ઓપરેશન કરી નવજીવન આપવામાં આવ્યું છે.
સંસ્થા અને તેના તબીબોની ટીમ દ્વારા કરવામાં આવેલા ઉમદા કામગીરીની નોંધ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા લેવામાં આવી હતી. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પોતાના કાર્યકર્તાઓ સાથે ચોક બજાર સ્થિત સેન્ટરની મુલાકાત કરી હતી. અહીં સંસ્થા દ્વારા કરવામાં આવતી કામગીરી નું ભાજપ અધ્યક્ષ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એટલું નહીં પરંતુ સંસ્થા દ્વારા પક્ષીઓને આપવામાં આવતી સારવાર અને રેસ્ક્યુ સુધીની કામગીરીની પણ જાણકારી મેળવી હતી. આ પક્ષીઓને યોગ્ય સારવાર આપી સંસ્થા અને તેના તબીબો દ્વારા બચાવવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે બદલ સીઆર પાટીલે તમામને અભિનંદન પાઠવ્યા હતા.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: