Bus Accident In Kamrej : પોલીસ તાત્કાલિક પહોંચીને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા. પોલીસ ક્રેનની મદદથી બસને ઊભી કરી રસ્તો ક્લિયર કર્યો.
સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલ્ટી મારી
સુરતથી પેસેન્જર ભરી ઉત્તર પ્રદેશ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. ધોરણ પારડી ગામ પાસે ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલ્ટી મારી ગઈ હતી. બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. NHAI અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પાંચથી વધુ ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Bus Accident In Kamrej : ઘટનાને લઇને 07 કિલોમીટરથી વધુનો ટ્રાફિક જામ
સુરત જીલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ પાસે પસાર થતા નેશનલ હાઇવે 48 પર. સુરતથી પેસેન્જર ભરી ઉત્તરપ્રદેશ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. બસ ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલ્ટી મારી ગઈ હતી. જેને લઇને બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાઇ ગયા હતા. અને નાસભાગ મચી ગઇ હતી. સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અને મુસાફરોને બહાર કાઢ્યા હતા. બનેલ અકસ્માતની ઘટનામાં પાંચથી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા. તેઓને તાત્કાલિક ખોલવડ ગામે આવેલ દીનબંધુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થળ પર પહોંચેલી NHAI અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસે ક્રેનની મદદથી બસને ઊભી કરી હતી. સર્જાયેલ અકસ્માતની ઘટનાને લઇને 07 કિલોમીટરથી વધુનો ટ્રાફિક જામ થયો હતો. સદનસીબે કોઈ મોટી જાનહાનિ ન થતા હાજર સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :
Akshay Kumar અબુ ધાબીમાં મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા-INDIA NEWS GUJARAT