HomeGujaratBulk Medicine In Waste : સરકારી દવાનો પુષ્કળ પ્રમાણમાં જથ્થો કચરામાં, મેડિકલ...

Bulk Medicine In Waste : સરકારી દવાનો પુષ્કળ પ્રમાણમાં જથ્થો કચરામાં, મેડિકલ વેસ્ટ આરોગી રહ્યા છે પશુઓ – India News Gujarat

Date:

Bulk Medicine In Waste : સિવિલના જવાબદાર સરકારી બાબુઓ અજાણ. 2021ની એક્સપાયર દવાનો જથ્થોનો નિકાલ કરાયો.

દવાઓ જાહેરમાં નાખી દેવાતા રખડતાં પશુ આ મેડિકલ વેસ્ટ આરોગી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે

આદિવાસી જિલ્લો ડાંગ હાલ મેડિકલ વેસ્ટના નિકાળને લઈને વિવાદમાં આવ્યો છે.. આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલ અને સ્વાસ્થ કેન્દ્રોમાં જે દવાનો જથ્થો અપાય છે એ વપરાયા વગર પડી રહેતા 2021 માં એકપાયર થયેલી દવાઓ જાહેરમાં નાખી દેવાતા રખડતાં પશુ આ મેડિકલ વેસ્ટ આરોગી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

2021 ના વર્ષમાં એક્સપાયર થયેલી દવાનો જથ્થો ફેંકવામાં આવ્યો છે

ડાંગ ખાતે જાહેરમાં ફેકી દેવાયેલો આ દવાનો જથ્થો રખડતાં પશુઓ આરોગી રહ્યા છે.. આ તમામ દવા “વર્ષ 2021 ની સાલમાં એક્સપાયર દવાનો જથ્થો વર્ષ 2024 માં પણ નિકાલ કરવામાં ન આવતા તપાસનો વિષય બન્યો છે.. અને આરોગ્ય અધિકારીઓ પગાર પૂરતા જ કે પોતાની ફરજ પ્રત્યે કોઈ જવાબદારી ખરી એમની એવો પ્રશ્ન પણ ઊભો થાય છે.. આહવા સિવિલની સામેના ભાગે જુના સરકારી ક્વાર્ટરની પાછળ પુષ્કળ પ્રમાણમાં 2021 ના વર્ષમાં એક્સપાયર થયેલી દવાનો જથ્થો ફેંકવામાં આવ્યો છે જે દવાઓ વિકાસની સરકાર દ્વારા ગરીબ દર્દીઓને આપવાને બદલે આજે ઉકરડે જોવા મળી રહી છે, સિવિલના અધિકારીઓની બેદરકારી ને કારણે પશુઓ આ હાનિકારક કહી શકે એવી દવાઑ આરોગી રહી છે..

Bulk Medicine In Waste : દવા ઓને ડિસપોઝ કરવાની જવાબદારી હોસ્પિટલના અધિકારી ઓ કે કર્મચારીઓની બને

એક્સપાયર થયેલી દવા ઓ અંગે અધિકારીઓને વધુ વિગતો પૂછતાં એક બીજા પર ખોખોની રમતરમતા હોય એમ જવાબો મળ્યા છે, સરકારની ગાઈડ લાઇન મુજબ સમયે સમયે દવા ઉપર લખેલી તારીખ વર્ષ ની ચકાસણી કરી એક્સપાયર દવા ઓને ડિસપોઝ કરવાની જવાબદારી હોસ્પિટલના અધિકારી ઓ કે કર્મચારીઓની બને છે, પરંતુ આહવાની કરોડોના ખર્ચે નિર્માણ પામેલ ગરીબોની જીવાદોરી સમાન હોસ્પિટલના આરોગ્ય અધિકારો બે લગામ થયેલ અધિકારીઓને કારણે આજે વિકાસના ઢંઢેરો વગાડતી સરકારના કર્મચારીઓની ઘોર બેદરકારી સામે આવી રહી છે, લાખોની દવા ઉકરડે પશુ ઓનું જાણે ભોજન બન્યું હોય એમ દ્રશ્યમાન થાય છે, સિવિલના જવાબદાર આર. એમ.ઓ કે સિવિલ સર્જનને સમગ્ર બાબતે પૂછતાં માત્ર ઉડાઉ જવાબો મળ્યા હતા.

તમે આ પણ વાંચી સકો છો :

Rakul Preet Singh: રકુલ પ્રીત સિંહે લહેંગા સાથે સ્નીકર્સ ફ્લોન્ટ કર્યા, હલ્દી સેરેમનીની તસવીરો સામે આવી

તમે આ પણ વાંચી સકો છો :

Anant-Radhika Pre Wedding: ભાઈ અનંતના પ્રી-વેડિંગમાંથી ઈશા અંબાણીના રોયલ લૂક થયો

SHARE

Related stories

Latest stories