HomeGujaratBrutal Murder Case Resolved: મુસ્લિમ યુવાનની જમીનના પૈસાની લેતીદેતીમાં કરાઈ ઘાતકી હત્યા...

Brutal Murder Case Resolved: મુસ્લિમ યુવાનની જમીનના પૈસાની લેતીદેતીમાં કરાઈ ઘાતકી હત્યા – INDIA NEWS GUJARAT

Date:

Brutal Murder Case Resolved: વાત કરીએ ઘાતકી હત્યાં ની. ઓલપાડના પરા વિસ્તારમાં 25 જાન્યુઆરીની રાત્રે અંજાર મલેકની ઘાતકી હત્યા કરી ચાર આરોપી ફરાર થયા હતા જેના સી.સી.ટીવી પણ સામે આવ્યા હતા. હત્યા બાદ ઓલપાડ પોલીસ, સુરત ગ્રામ્ય અને શહેર પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવી ચાર આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીની પૂછપરછમાં હત્યાનું કારણ જમીન અને પેસાની લેતીદેતી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવી ચાર આરોપી ઝડપ્યા

આ દ્રશ્ય સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસના છે. અને પોલીસ જે ત્રણ યુવાનોને મોઢા પર બુકાની બાંધી લાવી રહી છે એ રીઢા હત્યારા છે. આ ચાર હત્યારાએ મળી ઓલપાડના પરા વિસ્તારમાં અંજાર શેખ નામના યુવકની તેની જ સોસાયટીમાં ઘાતકી હત્યાં કરવામાં આવી હતી. મૃતકે હત્યારાને પોતાની સોસાયટીમાં આશરો આપ્યો હતો. આરોપી મૃતકના ઘરની બાજુમાં એક સપ્તાહથી રહેતા હતા અને 25 જાન્યુઆરીની રાત્રે સમય મળતા અંજાર શેખની ઘાતકી હત્યા કરી બે એક્ટિવા પર ફરાર થઇ ગયા હતા જેના સી.સી ટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

Brutal Murder Case Resolved: સોપારી આપી હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું

મુખ્ય આરોપી જે વોન્ટેડ છે ઇસ્માઇલ ઉર્ફ ઇસ્માઇલ ઘોડાવાળા અહમદ શેખ અને મૃતક અંજારઅલી હૈદરઅલી મલેક સાથે જમીન લે વેચનો ભાગીદારીનો ધંધો કરતા હતા અને મૃતક હત્યારાને ગુરુ માનતા હતા. પરંતુ મૃતક અને ઇસ્માઇલને પેસાની લેતીદેતીમાં મનદુખ થતા મુખ્ય આરોપી ઇસ્માઇલે રાકેશ ઉર્ફ બાળા મોહિતે, પંકજ ઉર્ફ પકીયા, સાહીલ પટેલ અને એક બાળ કિશોરને ત્રણ ત્રણ લાખ રૂપિયા આપવાની સોપારી આપી હતી. મુખ્ય આરોપીએ મૃતકને ફોન કરી તેના મોકલેલા ચાર લોકોને આશરો આપવા કહેતા મૃતકે પોતાના ઘરની બાજુમાં આશરો આપ્યો હતો ભાડાના હત્યારાઓને. મૃતક અંજારને ગંધ પણ ના આવી કે જે લોકોને આશરો આપ્યો છે એ લોકો તેની હત્યાં કરવાનાં છે. મૃતક સાથે પહેલા હત્યારા ભળી ગયા અને તક મળતા અંજાર શેખની હત્યા કરી આરોપી ફરાર થઇ ગયા હતા.

મુખ્ય આરોપી વોન્ટેડ

મૃતક અંજાર પણ ગુનાહિત માનસિકતા ધરાવતો હતો અને પૈસાની લેતી દેતી અને જમીન પર કબ્જો, ઉઘરાણી જેવા કામો કરતો હતો. અને તેને સાથ આપતો હતો મુખ્ય આરોપી ઇસ્માઇલ ઘોડાવાળા અને તેના કારણે જ અંજાર આર્થિક રીતે આગળ આવ્યો હતો પરંતુ કહેવાય છેને કે અનીતિના રૂપિયા વિનાશ નૌતરે છે બસ આવું જ કઈ મૃતક સાથે થયું અને પેસાની લેતીદેતીમાં અંજારની ઘાતકી હત્યા કરવામાં આવી. અંજારની હત્યાં બાદ ચાર આરોપી પકડાયા છે અને મુખ્ય આરોપી વોન્ટેડ ઇસ્માઇલ પણ ગમે ત્યારે ઝડપાઈ જશે.

તમે આ પણ વાંચોઃ 

Jaishankar on China: ચીનથી ડરવાની જરૂર નથી

તમે આ પણ વાંચોઃ 

Gyanvapi Case Update: કોર્ટ આજે પોતાનો આદેશ આપશે

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories