HomeGujaratbridge city સુરતમાં 480 કરોડના ખર્ચે વધુ 4 નવા બ્રિજ ધમધમતા થશે-India...

bridge city સુરતમાં 480 કરોડના ખર્ચે વધુ 4 નવા બ્રિજ ધમધમતા થશે-India News Gujarat

Date:

bridge city સુરતમાં વધુ 4 નવા bridgeબનતા બ્રિજ તથા ફ્લાયઓવરની કુલ સંખ્યા 119 થશે

bridge city તરીકે ઓળખાતા સુરત શહેરમાં આગામી 8 મહિનામાં 2 તાપી બ્રિજ સહિત 4 મહત્વના બ્રિજ-ફ્લાયઓવર શહેરીજનો માટે ખુલ્લા મુકાશે. આ ચારેય બ્રિજ વાહનવ્યવહારને સરળ બનાવશે, જેમાં રિંગ રોડ પર સહારાદરવાજા પાસે સાકાર થઇ રહેલો રેલવે કમ ફલાય ઓવરબ્રિજ, વરાછા કલાકુંજથી મોટાવરાછાને જોડતો રિવર બ્રિજ તથા ખાડી બ્રિજ, વેડથી વરિયાવને જોડતો રિવર બ્રિજ અને ઓલપાડ રોડ પર સરોલી ખાતે તૈયાર થઇ રહેલો રેલવે બ્રિજનો સમાવેશ થાય છે.

કુલ રૂ. 480 કરોડના ખર્ચે આ ચારેય bridgeનું નિર્માણ-India News Gujarat

  • કુલ રૂ. 480 કરોડના ખર્ચે આ ચારેય bridge નું નિર્માણ થઇ રહ્યું છે. આ નવા 4 bridge શરૂ થતાની સાથે જ bridge city માં કુલ 119 બ્રિજ સાથે સુરત રાજ્યમાં અવ્વલ નંબર હાંસલ કરશે. આ ઉપરાંત વર્ષના અંત સુધીમાં પુણા માધવબાગ પાસે નવો ખાડી બ્રિજ પણ શરૂ થઇ જશે.
  • પિક અવર્સમાં અતિવ્યસ્ત રહેતા રિંગ રોડ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને સુરત-બારડોલી રોડને સીધા કનેક્ટ કરતા સહારાદરવાજા ઉપર રૂા.133.50 કરોડના ખર્ચે રેલવે કમ મલ્ટિલેયર ફલાય ઓવર બ્રિજનું હાલમાં કામ ચાલી રહ્યું છે. આ બ્રિજનું કામ પૂર્ણતાને આરે છે. નિર્માણાધીન બ્રિજ રિંગ રોડના મુખ્ય ફ્લાયઓવર સાથે કનેક્ટ છે, જેથી રિંગ રોડ ફ્લાયઓવરનું રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ એક સાથે બંને બ્રિજ ચાલુ કરાશે.

અન્ડર કન્સ્ટ્રક્શન હેઠળના અન્ય ચાર મહત્ત્વના બ્રિજો

1. પુણા માધવબાગ ખાડી bridge પ્રોજેક્ટ કોસ્ટ : 3.24 કરોડ
2. ભાઠેના જંકશન પર ફલાય ઓવર પ્રોજેક્ટ કોસ્ટ : 37.33 કરોડ
3. ભેસ્તાન સિધ્ધાર્થનગર પર રેલવે ફલાય ઓવરબ્રિજ : 59.42 કરોડ
4. ઉધના યાર્ડ સાંઇબાબા મંદિર પાસે અન્ડર પાસે પ્રોજેક્ટ કોસ્ટ: 51.06

  • સુરત-ઓલપાડ મેઇન રોડ પર જૂના રેલવે બ્રિજ પાસે નવા સિક્સ લેન ફલાય ઓવરબ્રિજનું કામ હાલમાં પ્રગતિ હેઠળ છે.
  • કુલ રૂા. 60.68 કરોડના ખર્ચે આ bridgeનું નિર્માણ કાર્ય થઇ રહ્યું છે.

સુરતથી ઓલપાડ તરફ આવતા-જતા લોકો માટે આ bridge અત્યંત ઉપયોગી નિવડશે. શરૂઆતમાં સુરતથી ઓલપાડ તરફનો બ્રિજનો છેડો જ ખુલ્લો મુકાશે. બ્રિજ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા બાદ બંને છેડા કાર્યરત કરીને જૂના જર્જરિત બ્રિજને તોડી પડાશે.

  • તાપી નદી ઉપર સાકાર થઇ રહેલા ફોર લેન આ bridgeનું રૂા.118.42 કરોડના ખર્ચે નિર્માણકાર્ય ચાલી રહ્યું છે.
  • તાપી નદી ઉપર વરાછા કલાકુંજ ખાતે નવા bridgeનું 167.98 કરોડના ખર્ચે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
  • આ બ્રિજ બની ગયા બાદ મોટાવરાછાથી વરાછા આવતા-જતા લોકોને ઘણી રાહત થઈ જશે.
  • આ સાથે સવજી કોરાટ bridge અને કાપોદ્રા bridge ઉપર ટ્રાફિકના ભારણમાં મહદઅંશે ઘટાડો થઈ જશે.
  • ટેકનિકલ કારણેસર કર્વ આકારમાં બનેલો આ બ્રિજ ગુજરાતનો પ્રથમ ધનુષ આકારનો બ્રિજ હશે એવો પાલિકાએ દાવો કર્યો છે.

તાપી નદી ઉપર સાકાર થઇ રહેલા આ bridge બની જતા વેડથી વરિયાવ અને વરિયાવથી વેડ તરફ આવતા-જતા લોકોનો ઘણો મોટો ફાયદો થશે. આ બ્રિજ વરિયાવ છેડે આઉટર રિંગ રોડને કનેક્ટ કરી દેશે. જેથી આઉટર રિંગ રોડ જવા કે ત્યાંથી શહેરમાં પ્રવેશવા માટે આ બ્રિજ ઘણો ઉપયોગી સાબિત થશે. આ બ્રિજની કુલ લંબાઇ 1.45 કિમી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.-India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો: DRIએ દાણચોરીથી લવાયેલુ રૂ.10 કરોડનું સોનુ ઝડપ્યુ

તમે આ પણ વાંચી શકો છો: Share Bazarની નબળી શરૂઆત, સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટ્યો

 

 

SHARE

Related stories

Latest stories