HomeGujaratDgvclના ડે.ઇજનેર સહિત ત્રણ રૂ.35 હજારની લાંચ લેતા ઝડપાયા- India News Gujarat

Dgvclના ડે.ઇજનેર સહિત ત્રણ રૂ.35 હજારની લાંચ લેતા ઝડપાયા- India News Gujarat

Date:

મિટર જપ્ત કરી લઇ ગયા બાદ પરત લગાવવા માંગી હતી લાંચ-India News Gujarat 

 

દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડ Dgvclના કર્મચારીઓનો ભ્રષ્ટાચાર હવે સામાન્ય બાબત બની ગઇ છે. સુરતના પુણાગામ યોગી ચોક વિસ્તારમાં એક વ્યક્તિ પાસેથી લાંચ લેવા જતા Dgvclના નાયબ ઇજનેર, એક અન્ય કર્મચારી અને એક ખાનગી વ્યક્તિને એસીબીની ટીમે ઝડપી લઇ તમામ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ ત્રણેયને મેડીકલ ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. બાદમાં તમામને કોર્ટમાં રજૂ કરાશે.-Latest News

શું કામ માંગી હતી રૂ.35 હજારની લાંચ- Latest News

સુરતના પુણાગામ યોગી ચોક વિસ્તારમાં ઓફીસ ધરાવતા એક વ્યક્તિએ લાઇટ બિલ ભર્યું ન હોવાથી Dgvclના અધિકારીઓ તેનું વીજ મીટર કાઢીને લઇ ગયા હતા. આ વીજ મીટર ફરી વખત લગાવવા માટે આ વ્યક્તિએ અરજી કરી હતી. જેથી Dgvclના નાયબ ઇજનેર મિતેશ હરીશચંન્દ્ર પસ્તાગીયા, ઇલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ યોગેશ લીમજી પટેલ અને વિજય ભીખા પરમાર નામના ખાનગી વ્યક્તિએ તેમની પાસે રોકડા રૂપિયા 35 હજાર લાંચ પેટે માંગ્યા હતા.

કઇ રીતે ક્યાંથી ઝડપાયા લાંચીયા?Latest News

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ બાબતે સુરત એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી. જેથી એસીબીના અધિકારીઓએ ગઇ કાલે સાંજના સમયે પુણાગામ યોગી ચોક પાસે આવેલા સ્વતીક પ્લાઝા શોપીંગ સેન્ટર, અવધ મોબાઇલ શોપ પાસે વોચ ગોઠવી હતી. આ સ્થળ પર લાંચની રકમ સ્વિકારવા માટે ફરિયાદીએ ફોન કર્યો હતો જેથી આરોપી યોગેશ લિમજી પટેલ લાંચની રકમ રૂપિયા 35 હજાર લેવા માટે આવ્યો હતો ત્યારે એસીબીની ટીમ દ્વારા યોગેશને લાંચ પેટે રૂપિયા 35 હજાર સ્વિકારતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે યોગેશની પુછપરછ કરતા તેણે Dgvclના નાયબ ઇજનેર મિતેશ હરીશચંન્દ્ર પસ્તાગીયાના કહેવાથી લાંચ માંગી હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર ષડયંત્રમાં ખાનગી વ્યક્તિ વિજય ભીખા પરમારે લાંચની રકમ આપવા માટે ફરિયાદી પર દબાણ કર્યું હોવાથી તેને પણ આરોપી બનાવાયો છે. એસીબીની ટીમ દ્વારા ગઇ રાતના જ Dgvclના નયબ ઇજનરે મિતેશ પસ્તાગીયા, ઇલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ યોગેશ પટેલ અને વિજય ભીખા પરમારને ઝડપી પાડ્યા હતા. તેમજ ત્રણેયની પુછપરછ હાથ ધરી હતી.-Latest News

આપ આ પણ વાંચી શકો છોઃ-ગ્રીષ્મા Murder કેસમાં ફેનિલન સામે સેશન્સ કોર્ટમાં તહોમત નામું મુકાયું

આપ આ પણ વાંચી શકો છોઃ-મેલી વિદ્યાના નામે ચોરી કરતી Kinner gang

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories