HomeGujaratAnkleshwar GIDCની UPL 1 કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ, 6 કામદાર ઇજાગ્રસ્ત-India News Gujarat

Ankleshwar GIDCની UPL 1 કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ, 6 કામદાર ઇજાગ્રસ્ત-India News Gujarat

Date:

Ankleshwar ની UPL unit 1 માં ભીષણ આગ

Ankleshwar GIDCમાં આવેલ યુનાઇટેડ ફોસ્ફરસ  લિમિટેડ કંપનીના (UPL unit 1) માં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. આગને કારણે 6 કામદારો ગંભીરરીતે દાઝ્યા હતા. આગ પર કાબુ મેળવવા કંપની ઉપરાંત જીઆઈડીસીના ફાયર ફાઈટર મદદે બોલાવાયા હતા. પ્રાથમિક તબક્કે આગ ક્યાં કારણોસર લાગી તેની કોઈ માહિતી હજુ સુધી જાણી શકાઈ નથી.-India News Gujarat

ગંભીરરીતે ઈજાગ્રસ્ત એક કમર્ચારીને Airlift કરી મુંબઈ ખસેડાશે

 આજે સવારે સાડાસાત વાગ્યાના અરસામાં Ankleshwarખાતે આવેલી યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડના (UPL unit 1) ના MCP પ્લાન્ટમાં પ્રેસર ટેન્ક ધડાકા સાથે ફાટતાં આગળ ફાટી નીકળી હતી. (UPL unit 1) કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ ઇમરજન્સી સાયરનો ગુંજવા લાગી હતી.અને કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

Ankleshwarના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નીતિકા પટેલે મીડિયાને જણાવ્યું હતું કે 6 પૈકી 4 ઈજાગ્રસ્ત હાલમાં ICU માં સારવાર લઈ રહ્યા છે. એક ઇજાગ્રસ્તને 85 ટકા જેટલી ઈજાઓ છે. કર્મચારીનો જીવ બચાવવા માટે તેને એરલિફ્ટ કરી મુંબઈની હોસ્પિટલમાં ખસેડવા પણ વિચારણા સાથે વિકલ્પોની તપાસ શરૂ કરવામાં આવી રહી છે.-India News Gujarat

ત્રણ કલાક બાદ સ્થિતિ સંપૂર્ણ નિયંત્ર હેઠળ

આખરે આગની ઘટનાના ત્રણ કલાક બાદ સ્થિતિ સંપૂર્ણ નિયંત્ર હેઠળ હોવાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે જાહેર કરતા સ્થાનિકો અને વહીવટી તંત્ર બંનેએ રાહતનો દમ લીધો હતો. સવારે 7 વાગ્યાના અરસામાં (UPL unit 1) માં પ્રેસર ટેન્કમાં તાપમાન વધી જવાના કારણે તેમાં ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી.ઘટનાના પગલે જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને એસપી ભરૂચ લીના પાટીલ સહીત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તોને પૂરતી અને શ્રેષ્ઠ સારવાર મળે તેની ખાતરી કરવામાં આવશે.

પ્લાન્ટમાં આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો

બનાવ સંદર્ભે પોલીસ ઉપરાંત જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે પણ સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. તપાસ એજન્સીઓ આગ લાગવાનું કારણ અને ઘટના પાછળના પરિબળોની તપાસ કરી રહ્યા છે. ડિઝાસ્ટર મેન્જમેન્ટ સેન્ટરના મેનેજર મનોજ કોટડીયાએ જણાવ્યું હતું કે પ્લાન્ટમાં આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે. હાલ આગના કારણે ચિંતાની કોઈ સ્થિતિ નજરે પડી રહી નથી.-India News Gujarat

તમે આ વાંચી શકો છો:

તમે આ વાંચી શકો છો:

SHARE

Related stories

Latest stories