HomeGujaratBoard exams in surat jail : લાજપોર જેલ ખાતે 64 કેદીઓ ગુજરાત...

Board exams in surat jail : લાજપોર જેલ ખાતે 64 કેદીઓ ગુજરાત બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.– India News Gujarat

Date:

સુરતના લાજપોર ખાતે આવેલી મધ્યસ્થ જેલમાંથી કુલ 64 કેદીઓ ગુજરાત Board exam આપી રહ્યા છે

સોમવારથી ગુજરાત બોર્ડની ધો.10 અને ધો.12 ની રાજ્ય વ્યાપી Exams સમગ્ર રાજ્યમાં તો શરૂ થઈ છે પરંતુ , રાજ્યના ચાર મહાનગરોમાં આવેલી મધ્યસ્થ Jail માં સજા કાપી રહેલા કેદીઓ પણ આ Exams આપી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે .

ગુજરાત રાજ્યના ચાર મધ્યસ્થ જેલ કેન્દ્રોમાંથી 122 જેટલા કેદીઓ પણ સામાન્ય પરીક્ષાર્થીઓની જેમ જ ગુજરાતની ધો.10 અને ધોરણ 12ની Board exam આપી રહ્યા છે .

  • સુરતના લાજપોર ખાતે આવેલી મધ્યસ્થ જેલમાંથી કુલ 64 કેદીઓ ગુજરાત Board exams આપી રહ્યા છે
  • સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી ધો .10 ની પરીક્ષા આપનારા કેદીઓની સંખ્યા 32 છે 
  •  ધો . 12 ની પરીક્ષા આપનારા કેદીઓની સંખ્યા પણ 32 છે 
  • અમદાવાદ સાબરમતી જેલમાંથી ધો .10 માં 28 અને ધો .12 માં 19 કેદીઓ પરીક્ષા આપી રહ્યા છે
  • વડોદરાની મધ્યસ્થ જેલમાં બંધ 31 કેદીઓ પૈકી ધો . 10 માં 20 અને ઘોરણ .12 માં 11 કેદીઓ પરીક્ષા આપી રહ્યા છે
  • રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ધો .10 ની પરીક્ષામાં 12 કેદીઓ અને ધો .12 માં 3 કેદીઓ પરીક્ષા આપી રહ્યા છે 
  • સુરતમાં ધો .10 માં 32 અને ધો .૧૨ માં 32 કેદી પરીક્ષા આપી રહ્યા છે
  • 2020 ની પરીક્ષામાં ધો . 10 માં 125 અને 12 માં 50 સહિત કુલ 175 કેદીઓ નોંધાયા હતા 

દરેક જેલમાં નિર્ધારીત સમયે પરીક્ષા લેવાય તેમજ નિર્ધારીત સમયે પરીક્ષાલક્ષી સાહિત્ય પહોંચતુ થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે .જેલમાં કેદીઓ પણ સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે હાલ ધોરણ -10 ના 6 ઝોન અને ધોરણ 12 ના પાંચ ઝોન મળી કુલ 11 ઝોનના 87 કેન્દ્રો અને 484 બિલ્ડીંગ અને 4069 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી રહી છે.

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories